ઇન્ટરનેશનલ

અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધના એંધાણ, અમેરિકા નાગરિકોને ઝડપથી ઈરાન છોડવા સલાહ આપી

વોશિંગ્ટન : અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. જેના પગલે અમેરિકાએ ઈરાનના રહેતા તેના નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં લોકોને તાત્કાલિક ઈરાન છોડવા સલાહ આપવામાં આવી છે.

જયારે ઈરાનમાં પણ હુમલાની દહેશતના પગલે સરકાર સુરક્ષા વધારી રહી છે .તેમજ અનેક રસ્તાઓ પણ બ્લોક કરવામાં આવી રહ્યા છે. તેમજ હવાઈ મુસાફરી પર પણ પ્રતિબંધ મૂકી રહી છે. જેના લીધે બે દેશો વચ્ચે યુદ્ધનું જોખમ વધ્યું છે .

ઝડપથી ઈરાન છોડવાની સલાહ

આ બંને દેશો વચ્ચે સતત યુદ્ધનો ભય વધી રહ્યો છે. જેના લીધે અમેરિકા તેના નાગરિકોને ઈરાન છોડવા સલાહ આપી રહ્યું છે. તેમજ તેમને રોડ, હવાઈ કે સમુદ્ર માર્ગે દેશ છોડવા જણાવવામાં આવ્યું છે.

અમેરિકાએ એડવાઈઝરીમાં જણાવ્યું કે વિશ્વની મોટાભાગની એરલાઈન્સે ઈરાન જતી ફ્લાઈટ મર્યાદિત કરી દીધી છે. તેમજ અનેક ફલાઈટ રદ કરી છે. આ ઉપરાંત એડવાઈઝરીમાં નાગરિકોને અમેરિકન સરકારની મદદની અપેક્ષા ન રાખવા અને કોઈપણ સહાય વિના શકય તેટલી ઝડપથી ઈરાન છોડવાની સલાહ આપવામાં આવી છે.

આપણ વાચો: અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધ્યો, ઇરાને અમેરિકન યુદ્ધ જહાજો પાસે યુદ્ધ અભ્યાસની જાહેરાત કરી…

ઈરાનના પરમાણુ કાર્યક્રમ અંગે ચર્ચા

ઉલ્લેખનીય છે કે, આ દરમિયાન આજે ઓમાનમાં અમેરિકા અને ઈરાન વચ્ચે પરમાણુ વાટાઘાટો થવાની છે. મીડિયા અહેવાલ મુજબ વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પની ટીમ રાજદ્વારી પ્રયાસો પર કામ કરી રહી છે. જેનો મુખ્ય એજન્ડા ઈરાનના પરમાણુ કાર્યક્રમને સંપૂર્ણપણે બંધ કરવાનો છે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button