શું ટેસ્લા કાર પર હુમલા બાદ ડીઓજી વડાનું પદ છોડશે Elon Musk ? આપ્યા આ સંકેત

નવી દિલ્હી : અમેરિકાની આર્થિક સ્થિતિ સુધારવાનું બીડું ઝડપનાર ટેસ્લાના સીઈઓ ઇલોન મસ્ક( Elon Musk) સંકેત આપ્યા છે. તેવો મે મહિનાના અંતમા યુએસના ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સીના વડા તરીકે પદ છોડશે. જોકે, તેમના સંકેત પાછળ છેલ્લા દિવસોમાં યુએસમાં ટેસ્લા કાર પર થયેલા હુમલા અને લોકોનો આક્રોશ કારણભૂત માનવામાં આવી રહ્યો છે. આ દરમિયાન ઇલોન મસ્કે ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (DOGE) ના વડા તરીકે યુએસ વહીવટમાં એટલી બધી ખામીઓ ઉજાગર કરી છે અને સુધારી છે કે તેનાથી અમેરિકાને 1 ટ્રિલિયન ડોલરનો ફાયદો થશે.
અમેરિકાની વાર્ષિક ખાધ અડધી થશે
તેમણે આપેલા એક ઇન્ટરવ્યુમાં મસ્કે કહ્યું કે તે અમેરિકાની બેલેન્સ શીટ સુધારવા માટે સતત કામ કરી રહ્યા છે અને ટૂંક સમયમાં તેના લક્ષ્ય પ્રાપ્ત થશે. મસ્કે કહ્યું કે જો આપણે આ ગતિએ આગળ વધતા રહીશું તો તમે ટૂંક સમયમાં અમેરિકાની વાર્ષિક ખાધ અડધી થશે.
અમેરિકા નાદારીની આરે આવી ગયું હોત
ટેસ્લાના સીઈઓએ કહ્યું કે અમે દરરોજ સરેરાશ 4 બિલિયન ડોલરનું નુકસાન ઘટાડવા માટે કામ કરીએ છીએ. આ રીતે આપણે મોટાભાગનું કામ 130 દિવસમાં પૂર્ણ કરીશું. પોતાના કામ અંગે મસ્કે કહ્યું કે જો આપણે આ ન કર્યું હોત, તો અમેરિકા ટૂંક સમયમાં નાદારીની આરે આવી ગયું હોત.
આ પણ વાંચો: અમેરિકન કંપની ભારતમાં બનાવશે પરમાણુ રિએક્ટર, પરમાણુ ઊર્જા ક્ષમતા વધશે
15 ટકાનો ઘટાડો કરી શકીશું
ડીઓજી(DOGE) ચીફે તેમના અને તેમની ટીમના પ્રયાસો વિશે વિગતવાર જણાવ્યું કે, સરકાર પર વધુ પડતો બોજ છે અને બજેટનો મોટો હિસ્સો બિનજરૂરી ખર્ચ અને છેતરપિંડીમાં વપરાય છે. અમે આ છેતરપિંડીનો અંત લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને અમને આશા છે કે અમે કોઈપણ સરકારી સેવાને અસર કર્યા વિના 15 ટકાનો ઘટાડો કરી શકીશું. મસ્કે કહ્યું છે કે તેઓ 130 દિવસમાં પોતાનું કામ પૂર્ણ કરશે. આનો અર્થ એ થયો કે ટેસ્લાના સીઈઓ મે મહિનાના અંત સુધીમાં ડીઓજી ચીફ તરીકે પોતાનું કામ પૂર્ણ કરી શકે છે.