ટ્રમ્પની ટેરિફ ધમકી વચ્ચે અમેરિકન સેનેટરે કર્યો મોટો દાવો: જાણો નવો રિપોર્ટ

વોશિંગ્ટન ડીસીઃ વેનેઝુએલા પર હુમલો કર્યા પછી અમેરિકાએ ભારતને ટેરિફ વધારવાની ધમકી આપી છે, પરંતુ બીજી બાજુ અમેરિકન સેનેટરે નવો જ દાવો કર્યો છે. વ્હાઇટ હાઉસ તરફથી બહાર પાડવામાં આવેલા ઓડિયો સંદેશમાં ટ્રમ્પે કહ્યું- ટેરિફ નીતિના કારણે ભારતે કથિત રીતે રશિયા પાસેથી ઓઈલ આયાત કરવાના નિર્ણય પર ફરી વિચારણા કરવી પડશે. ટ્રમ્પના આ નિવેદન વચ્ચે અમેરિકાના સેનેટર લિંડસે ગ્રેહામે મોટો દાવો કર્યો હતો.
ભારતીય રાજદૂત ગત મહિને તેમને રશિયન ઓઈલ ઓછું ખરીદવાની વાત કરીને ભારત પર લગાવવામાં આવેલા ટેરિફને અડધો કરવાની માંગ કરી હતી. લિંડસે ગ્રેહામે દાવો કર્યો કે, ભારતીય રાજદૂતે રશિયા પાસેથી ઓઈલ ઓછું ખરીદવા પર ટેરિફમાં રાહત માંગી હતી. તેમણે પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું કે, અમેરિકામાં ભારતીય રાજદૂત વિનય મોહન કવાત્રાએ ગત મહિને તેમની સાથે રશિયા પાસેથી ઓછું ઓઈલ ખરીદવા અંગે વાત કરી હતી. તેમણે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર લાગુ 50 ટકા ટેરિફમાં 25 ટકા રાહત આપવા કહ્યું હતું.
તેમણે કહ્યું હતું કે હું એક મહિના પહેલા ભારતીય રાજદૂતના ઘરે ગયો હતો. તેમણે કહ્યું કે, ભારત રશિયા પાસેથી ઓછું ઓઈલ ખરીદી રહ્યું છે અને તેમણે મને પ્રેસિડન્ટને 25 ટકા રાહત આપવા કહ્યું હતું. ટ્રમ્પે ભારત પર ફરી ટેરિફ લગાવવાની ધમકી આપી છે તેવા જ સમયે અમેરિકન સેનેટરનું નિવેદન સામે આવ્યું છે.
ભારતના રશિયા પાસેથી ઓઈલ આયાત પર રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે કહ્યું, તેઓ મને ખુશ કરવા માંગતા હતી. પીએમ મોદી ખૂબ સારા આદમી છે. તેમને ખબર હતી કે હું નાખુશ છું, મને ખુશ કરવો જરૂરી હતો. અમે તેમના પર ટૂંક સમયમાં ટેરિફ વધારી શકીએ છીએ. ટ્રમ્પે ઓગસ્ટ 2025માં ભારત પર ટેરિફ 50 ટકા કરવા પાછળ રશિયા સાથે ઓઈલ ટ્રેડનું કારણ જણાવ્યું હતું.
ટ્રમ્પના આ નિવેદન બાદ રશિયા સાથે ભારતના એનર્જી સંબંધને લઈ ફરી એક વખત પ્રશ્ન ઊભો થયો છે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયા પાસેથી ઓઈલ ખરીદવાનું બંધ કરશે તેવો ટ્ર્મ્પે થોડા દિવસ પહેલા દાવો કર્યો હતો. જોકે કેન્દ્ર સરકારે દાવાને ફગાવતાં કહ્યું કે, ટ્રમ્પ અને મોદી વચ્ચે આ પ્રકારની કોઈ વાતચીત થઈ નથી.
આ પણ વાંચો…વેનેઝુએલા પછી હવે 3 દેશ પર ટ્રમ્પની નજરઃ માદુરોની ધરપકડ બાદ લેટિન અમેરિકામાં ખળભળાટ



