US Imposes Sanctions on Iran
ઇન્ટરનેશનલ

અમેરિકાએ આપ્યો Iran ને મોટો આંચકો, 35 કંપનીઓ અને જહાજ પર મુકયો પ્રતિબંધ…

વોશિંગ્ટનઃ અમેરિકાએ પોતાના એક નિર્ણયથી દુશ્મન દેશ ઈરાનને સૌથી મોટો ઝટકો આપ્યો છે. જો બાઈડન વહીવટીતંત્રે 35 કંપનીઓ અને અન્ય દેશોમાં ઈરાની ઓઇલનું પરિવહન કરતા જહાજો પર પ્રતિબંધો મૂક્યા છે. જેના કારણે ઈરાનને મોટો આંચકો લાગ્યો છે. અમેરિકાના આ નિર્ણયની અસર તેહરાનની સાથે ભારત પર પણ પડી શકે છે. કારણ કે અમેરિકાએ જે 35 કંપનીઓ પર પ્રતિબંધ મૂક્યો છે તેમાં બે ભારતીય કંપનીઓ પણ સામેલ છે.

આ પણ વાંચો : વૈશ્વિક સ્તરે ઝળહળ્યું સ્મૃતિ વન: UNESCOના પ્રિક્સ વર્સેઇલ્સ 2024થી સન્માન

તેમના નામોમાં ‘ફોનિક્સ’નું સંચાલન કરનારી ‘વિઝન શિપ મેનેજમેન્ટ LLP’ અને ‘ટાઈટશિપ શિપિંગ મેનેજમેન્ટ (OPC)પ્રાઈવેટ લિમિટેડનો સમાવેશ થાય છે.

પરમાણુ કાર્યક્રમોને વધુ તેજ બનાવવાની જાહેરાત કરી

ભારત ઉપરાંત અમેરિકા દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધમાં યુએઈ, ચીન, લાઈબેરિયા, હોંગકોંગ સહિત અન્ય દેશોની કંપનીઓ અને જહાજો સામેલ છે. જેના પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એક નિવેદનમાં, ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે ઈરાન દ્વારા 1 ઓક્ટોબરના રોજ ઈઝરાયેલ સામેના હુમલા બાદ કરવામાં આવેલી કાર્યવાહી તેહરાન માટે વધુ એક ફટકો છે. ઈરાને 11 ઓક્ટોબરે લાદવામાં આવેલા પ્રતિબંધો બાદ તેના પરમાણુ કાર્યક્રમોને વધુ તેજ બનાવવાની જાહેરાત કરી છે.

આ પણ વાંચો : India- China સબંધોની સ્થિતી પર વિદેશ મંત્રી એસ. જયશંકરે લોકસભામાં આપ્યો આ જવાબ

પેટ્રોલિયમ વેપારમાંથી થતી આવકનો દૂરઉપયોગ

ઈરાન તેના પેટ્રોલિયમ વેપારમાંથી થતી આવક તેના પરમાણુ કાર્યક્રમ, બેલિસ્ટિક મિસાઈલ અને ડ્રોન પ્રસાર પર અને આતંકવાદીઓ પર ખર્ચી રહ્યું છે. ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સના અન્ડર સેક્રેટરી બ્રેડલી ટી. સ્મિથે જણાવ્યું હતું કે, જેનાથી પ્રદેશમાં વધુ અસ્થિરતા સર્જાઈ રહી છે. તેમણે કહ્યું કે આ ગેરકાયદે પ્રવૃત્તિઓને સમર્થન આપતા જહાજોને રોકવા માટે યુએસ તેના તમામ સંસાધનો અને સત્તાધિકારીઓનો ઉપયોગ કરવા માટે પ્રતિબદ્ધ છે.

સંબંધિત લેખો

Back to top button