ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

US Election Result Live : અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામો આવવાનું શરૂ, પ્રારંભિક વલણમાં ડોનાલ્ડ ટ્રમ્પ આગળ, કમલા હેરિસ પાછળ

વોશિંગ્ટન : અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી(Us Election Result Live)માટે મતદાન લગભગ પૂર્ણ થઈ ગયું છે. જેમાં કેટલીક જગ્યાઓ પર મતદાન ચાલી રહ્યું છે જે ટૂંક સમયમાં સમાપ્ત થશે. આ દરમિયાન જ્યાં મતદાન થયું છે તેવા ઘણા રાજ્યોમાંથી પરિણામો આવવાનું શરૂ થઈ ગયું છે. જેમાં શરૂઆતના ટ્રેન્ડમાં રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પ 100થી વધુ સીટો પર આગળ ચાલી રહ્યા છે. જ્યારે ડેમોક્રેટિક પાર્ટીના કમલા હેરિસ 71 સીટો પર આગળ છે. જો કે, આ પ્રારંભિક વલણો છે અને અગાઉ પણ એવું જોવામાં આવ્યું છે કે જેમ જેમ મત ગણતરી આગળ વધે છે તેમ તેમ વલણો પણ બદલાતા હોય છે.

ટ્રમ્પ આ 10 રાજ્યોમાં જીત્યા

મીડિયા અહેવાલ મુજબ, અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે દસ રાજ્યોમાં જીત મેળવી છે. આ રાજ્યોમાં કેન્ટુકી, ઇન્ડિયાના, ઓક્લાહોમા, ફ્લોરિડા, દક્ષિણ કેરોલિના, અલાબામા, ટેનેસી, પશ્ચિમ વર્જિનિયા, અરકાનસાસ અને મિસિસિપીનો સમાવેશ થાય છે.

જ્યારે વર્મોન્ટમાં કમલા હેરિસનો વિજય થયો છે. અમેરિકામાં ટપાલથી અને પ્રારંભિક મતદાન પર નજર રાખતી યુનિવર્સિટી ઓફ ફ્લોરિડાની ચૂંટણી લેબ અનુસાર 7. 8 કરોડથી વધુ અમેરિકનો પહેલેથી જ તેમના મતદાન કરી ચૂક્યા છે.

ટેક્સાસમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીતની આગાહી

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મંગળવારની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સતત ત્રીજી વખત ટેક્સાસ જીતવાના ટ્રેક પર છે. આ સાથે ટ્રમ્પને 40 ઈલેક્ટોરલ વોટ મળી શકે છે. રિપબ્લિકન ઉમેદવારો લગભગ 50 વર્ષથી ટેક્સાસ જીતી રહ્યા છે.

ન્યૂયોર્કમાં કમલા હેરિસની જીતની અપેક્ષા

ન્યૂયોર્કમાં ડેમોક્રેટ ઉમેદવાર કમલા હેરિસ જીત તરફ આગળ વધી રહી છે. ન્યૂયોર્કમાં કુલ 28 ઈલેક્ટોરલ વોટ છે. ન્યૂયોર્કે 1984ની ચૂંટણીમાં રોનાલ્ડ રીગન પછી દરેક પ્રમુખપદની રેસમાં ડેમોક્રેટને મત આપ્યો છે.ન્યૂયોર્ક પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું હોમ સ્ટેટ છે. પરંતુ તેઓ સતત ત્રીજી વખત અહીંથી ચૂંટણી હારશે તેમ લાગે છે.

કમલા હેરિસ અને ટ્રમ્પ વચ્ચે કાંટાની ટક્કર

વિવિધ સર્વે મુજબ રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ વચ્ચે કાંટાની ટક્કર છે. સ્વિંગ સ્ટેટ્સમાં પણ બંને ઉમેદવારો વચ્ચે ખૂબ જ નજીકની સ્પર્ધા છે.

Also Read – US President: અમેરિકામાં મતદાન શરૂ, આ કારણે પરિણામમાં થઈ શકે છે વિલંબ…

ટ્રેન્ડમાં ટ્રમ્પને 177 ઈલેક્ટોરલ વોટ મળ્યા

મીડિયા અહેવાલ અનુસાર, રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ ટ્રેન્ડમાં તેમના પ્રતિસ્પર્ધી કમલા હેરિસ કરતા ઘણા આગળ નીકળી ગયા છે. ટ્રમ્પને અત્યાર સુધીમાં 177 ઈલેક્ટોરલ વોટ મળ્યા છે. જ્યારે કમલા હેરિસને 99 ઈલેક્ટોરલ વોટ મળ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button