ઇન્ટરનેશનલ

US Elections: શું ભારતથી અમેરિકા ગયેલા લોકો લડી શકે છે રાષ્ટ્રપતિ ચૂંટણી? જાણો કેવા છે નિયમો

US Elections 2024: વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીના મતદાનને (US presidential election voting) હવે ગણતરીના જ કલાકો બાકી છે. 5 નવેમ્બરે અહીં મતદાન થશે. રિપબ્લિક પાર્ટીમાંથી ડોનાલ્ડ ટ્રમ્પ (Republic candidate Donald Trump) અને ડેમોક્રેટિક પાર્ટીમાંથી કમલા હેરિસ (Democratic candidate Kamla Harris) ચૂંટણી મેદાનમાં છે. બંને વચ્ચે કાંટાની ટક્કર છે. અમેરિકામાં ચૂંટણી લડવાના પણ કેટલાક નિયમ (US election rules) છે. જેમાં એક નાગરિકતાનો પણ નિયમ છે, જે મુજબ બીજા દેશનો નાગરિક રાષ્ટ્રપતિ ચૂંટણીમાં હિસ્સો લઈ શકતો નથી. આ સ્થિતિમાં જો બીજા દેશના નાગરિક રાષ્ટ્રપતિ ચૂંટણી લડી શકતા નથી તો કમલા હેરિસ કેવી રીતે ચૂંટણી લડી રહ્યા છે તે સવાલ થાય છે.

અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી લડવા માટેના નિયમ મુજબ, ઉમેદવારનો જન્મ અમેરિકામાં થયો હોવો જોઈએ. એટલેકે કોઈ ભારતથી અમેરિકા જઈને રાષ્ટ્રપતિ પદના દાવેદાર બની શકતા નથી. બોર્ન સિટિઝન (જન્મથી જ અમેરિકન) જ અમેરિકાના રાષ્ટ્રપતિ હોઈ શકે છે. હવે જો રાષ્ટ્રપતિ ઉમેદવાર કમલા હેરિસની વાત કરીએ તો તેઓ ભારતીય મૂળના છે પરંતુ ભારતમાં જન્મ થયો નથી. તેઓ જન્મથી જ અમેરિકાના નાગરિક છે. આ કારણે તેમને ચૂંટણી લડવામાં કોઈ પરેશાની થઈ રહી નથી.

આ પણ વાંચો :ટ્રમ્પને અમેરિકી ચૂંટણીમાં છેતરપિંડીનો ડરની આશંકા, વોટર આઈડી કાર્ડને લઈને આ માંગણી કરી

ચૂંટણી લડવાની શું છે શરત
અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી લડવાના કેટલાક નિયમ છે, જેને જાણવા જરૂરી છે. અમેરિકામાં તમે 35 વર્ષની વય બાદ જ રાષ્ટ્રપતિ ચૂંટણી લડી શકો છો. ઉપરાંત ઓછામાં ઓછા 14 વર્ષ સુધી અમેરિકાના રહેવાસી હોવું જરૂરી છે. જોકે ભારતમાં આવું નથી, ભારતમાં વિદેશમાં જન્મેલા લોકો પણ પ્રધાનમંત્રી કે રાષ્ટ્રપતિ બની શકે છે.

અમેરિકામાં સામાન્ય રીતે રિપબ્લિક અને ડેમોક્રેટિક બંને પાર્ટીઓ વચ્ચે મુકાબલો હોય છે, અન્ય પક્ષો પણ ચૂંટણી મેદાનમાં ઝંપલાવતા હોય છે પરંતુ જનતાએ ક્યારેય તેમને મોકો આપ્યો નથી. અમેરિકામાં કોઈપણ ઉમેદવાર માટે 270 ઈલેક્ટોરલ વોટનો આંકડો જરૂરી છે. જેને જાદુઈ આંકડો કહેવાય છે. રાષ્ટ્રપતિ પદના જે પણ ઉમેદવારે આ આંકડો પાર કરી લીધો લગભગ તેમની જ સરકાર બને છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button