ઇન્ટરનેશનલટોપ ન્યૂઝનેશનલ

US Elections: અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીની ભારત પર શું પડશે અસર? જાણો…

US Presidential Elections: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી 2024ના (US Presidential Elections voting) મતદાનને હવે ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે. અમેરિકાની પ્રમુખપદની ચૂંટણીની વિશ્વની રાજનીતિ અને વિવિધ દેશો સાથેના સંબંધો પર ઊંડી અસર પડે છે. ભારત પણ આનાથી બાકાત નથી. અમેરિકા અને ભારત વચ્ચેના (US-India relations) સંબંધો મજબૂત રહ્યા છે, પરંતુ આ વખતે રાષ્ટ્રપતિ પદ પર કોણ બિરાજે છે તેના આધારે આ સંબંધોની દિશા બદલાઈ શકે છે. એક તરફ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) છે જે ભારત સાથે મૈત્રીપૂર્ણ સંબંધોના પક્ષમાં છે અને પીએમ મોદી (PM Modi) સાથેની તેમની મિત્રતા જાણીતી છે. બીજી તરફ, કમલા હેરિસ (Kamla Harris) છે, જેમને ભારતના લોકો તેમના ભારતીય મૂળના (Indian Origin) કારણે તેમની નજીક માને છે.

આ પણ વાંચો : અમેરિકાએ 19 ભારતીય કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ, જાણો વિદેશ મંત્રાલયે શું કહ્યું…

અમેરિકામાં ચૂંટણી બાદ ભારત સાથેના સંબંધો પર કેવા પ્રકારની અસર પડશે તે જાણતા પહેલા એ સમજવું જરૂરી છે કે જો બાઇડેનના કાર્યકાળ દરમિયાન ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો ઘણા ગાઢ બની ગયા છે. હવે જો ચૂંટણી બાદ ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસ પરત ફરશે તો બંને દેશોને પીએમ મોદી સાથેના મજબૂત અંગત સંબંધોનો લાભ મળી શકે છે. આ સંબંધો વિદેશ નીતિ તરફ દોરી શકે છે જે વેપાર, બજારની પહોંચ અને ઇમિગ્રેશન જેવા મુદ્દાઓને સંતુલિત કરે છે. રાષ્ટ્રપતિ બાઇડેનની જેમ કમલા હેરિસ પણ ભારતને દક્ષિણ એશિયામાં ચીનના સૌથી મજબૂત હરીફ તરીકે જુએ છે. આવી સ્થિતિમાં ચૂંટણી બાદ અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ભારત સાથેના સંબંધોને વધુ સુધારવા ઈચ્છશે.

આ પણ વાંચો : US Elections 2024: કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પ પાસે કેટલી છે સંપત્તિ?

સંરક્ષણ અને સુરક્ષા સહયોગ

ભારત અને અમેરિકા વચ્ચે સંરક્ષણ સહયોગ ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ કોણ બનશે તેના પરથી બંને દેશો વચ્ચે સંરક્ષણ સાધનોની ખરીદી અને સુરક્ષા સહયોગમાં કેટલો વેગ આવશે તે નક્કી થશે. તાજેતરના વર્ષોમાં બંને દેશોએ ઘણા મહત્વપૂર્ણ સંરક્ષણ કરારો પર હસ્તાક્ષર કર્યા છે, જે ભવિષ્યમાં ચાલુ રહી શકે છે.

રાજદ્વારી અને વ્યૂહાત્મક સંબંધો

એશિયા-પેસિફિક ક્ષેત્રમાં અમેરિકાની વિદેશ નીતિ અને તેની વ્યૂહાત્મક નીતિઓની ભારત પર મોટી અસર છે. ચીનના વધતા વર્ચસ્વને સંતુલિત કરવા માટે અમેરિકા અને ભારત વચ્ચે મજબૂત વ્યૂહાત્મક ભાગીદારી ઘણી મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. ચૂંટણી પછી નવા રાષ્ટ્રપતિ આ ક્ષેત્રમાં કેવા પ્રકારની નીતિઓ અપનાવે છે તેની અસર ચોક્કસપણે ભારતની રાજદ્વારી સ્થિતિ પર પડશે.

આર્થિક સંબંધો

અમેરિકા ભારતનું મુખ્ય વેપારી ભાગીદાર છે. બંને દેશો વચ્ચેના વેપાર સંબંધો ખૂબ જ મજબૂત છે, અને તેમની વૃદ્ધિ અથવા મંદી મોટાભાગે યુએસ નીતિઓ પર આધારિત છે. હવે આવી સ્થિતિમાં જો નવા રાષ્ટ્રપતિ ચૂંટણી બાદ વેપાર કરારો અને ટેરિફમાં ફેરફાર કરે છે તો તેની સીધી અસર ભારતીય કંપનીઓ અને અર્થતંત્ર પર પડી શકે છે.

આઉટસોર્સિંગ અને નોકરીની તકો

મોટી સંખ્યામાં અમેરિકન કંપનીઓ આઈટી અને સર્વિસ સેક્ટરનું કામ ભારતમાં આઉટસોર્સ કરે છે. નવી યુએસ સરકારની નીતિઓ, જેમ કે વિઝા નિયમોમાં ફેરફાર, H-1B વિઝા પર પ્રતિબંધ અને અન્ય પગલાં ભારતીય વ્યાવસાયિકો અને કંપનીઓને અસર કરી શકે છે. તેનાથી રોજગારીની તકો પર પણ અસર પડી શકે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button