US Elections: અમેરિકામાં કેવી રીતે થાય છે રાષ્ટ્રપતિ ચૂંટણી, જાણો પ્રક્રિયા…
US Presidential Election: મહાસત્તા અમેરિકામાં 5 નવેમ્બરે રાષ્ટ્રપતિ ચૂંટણીનું મતદાન થશે. રિપબ્લિકન પાર્ટી તરફથી ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટિક પાર્ટી તરફથી કમલા હેરિસ ચૂંટણી મેદાનમાં છે. બંને વચ્ચે કાંટાની ટક્કર છે. અમેરિકામાં ચૂંટણી પ્રક્રિયા આશરે દોઢ વર્ષ પહેલા જ શરૂ થઈ જાય છે. અમેરિકાના રાષ્ટ્રપતિનો કાર્યકાળ 4 વર્ષનો હોય છે અને એક વ્યક્તિ મહત્તમ 2 વખત જ રાષ્ટ્રપતિ બને છે.
આ પણ વાંચો : અમેરિકાએ 19 ભારતીય કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ, જાણો વિદેશ મંત્રાલયે શું કહ્યું…
અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી પ્રક્રિયા કેટલા તબક્કામાં થાય છે
પ્રાઈમરી અને કોકસઃ અમેરિકાની ચૂંટણીનો પ્રથમ તબક્કો ડેલીગેટ્સ પંસદ કરવાનો હોય છે. આ ડેલીગેટ્સ રાજકીય પાર્ટીના પ્રાઈમરી અને કોક્સ દ્વારા ચૂંટવામાં આવે છે. રજિસ્ટર્ડ સભ્ય અને આમ આદમી પ્રાઈમરી દ્વારા વોટ આપે છે. જ્યારે કોક્સ જાહેરમાં થતી પાર્ટીની અનૌપચારિક મીટિંગ છે. જેમાં લોકો ડેલીગેટ્સ પસંદ કરે છે. જે બાદ પસંદ કરવામાં આવેલા ડેલીગેટ્સ એક સ્થાન પર રાષ્ટ્રપતિના ઉમેદવાર માટે દાવો કરનારા નેતાઓમાંથી કોઈ એકની પસંદગી કરે છે. પસંદ કરવામાં આવેલી વ્યક્તિ રાષ્ટ્રપતિ ચૂંટણી લડે છે.
આ પણ વાંચો : દુનિયાની Most Powerful Currency માં આટલામાં નંબર પર આવે છે અમેરિકન ડોલર…
નેશનલ કન્વેંશનઃ આમાં રિપબ્લિકન અને ડેમોક્રેટિક પાર્ટી દ્વારા ચૂંટવામાં આવેલા રાષ્ટ્રપતિ પદના ઉમેદવારો માટે ખુલ્લા મંચથી ચર્ચા થાય છે. આશરે 4 નેશનલ કન્વેંશનનું આયોજન થાય છે. જેમાં જનતાનો મૂડ અને દેશના મિજાજ પરથી કઈ પાર્ટીના ઉમેદવારને લોકો ચૂંટવા માગે છે તેનો અંદાજ લગાવી શકાય છે.
ઈલેકટર્સ ચૂંટણીઃ આ પછીની પ્રક્રિયા ઈલેકટર્સ ચૂંટવાની હોય છે. જે રાજ્યની જેટલી વસતિ હોય ત્યાંથી વધારે ઈલેકટર્સ આમ જનતા ચૂંટીને મોકલે છે. તેમાં વિનર ટૉક્સ ઓલ લાગુ થાય છે. જે રાષ્ટ્રપતિ ચૂંટણીનો સૌથી મહત્ત્વનો તબક્કો છે. જે પાર્ટીના વધારે ઈલેકટર્સ ચૂંટાય છે, તેનાથી આગામી રાષ્ટ્રપતિ કોણ બનેશ તે લગભગ નક્કી થઈ જાય છે.
શું છે ઈલેક્ટર્સ ચૂંટવાનો નિયમઃ ઉદાહરણ તરીકે જો કોઈ અમેરિકન રાજ્યમાં 30 ઈલેક્ટર્સ હોય અને ત્યાં એક પાર્ટીના 16 ઈલેક્ટર્સ જીતે તો ત્યાં બાકીના 14 ઈલેક્ટર્સને પણ વિજેતા માનવામાં આવે છે. આ રીતે એક પાર્ટીના તમામ 30 ઈલેકટર્સની જીત માનવામાં આવે છે. તેને વિનર ટેકસ ઑલ કહેવામાં આવે છે. આ રીતે સમગ્ર દેશમાંથી 538 ઈલેક્ટર્સ ચૂંટવામાં આવે છે. રાષ્ટ્રપતિ ચૂંટણી જીતનારી પાર્ટીને ઓછામાં ઓછા 270 ઈલેકટર્સની જરૂર હોય છે.
આ પણ વાંચો : US Elections 2024: કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પ પાસે કેટલી છે સંપત્તિ?
ઈલેક્ટોરલ કૉલેજઃ આ ઈલેક્ટર્સ ડિસેમ્બર મહિનામાં રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિને તેમનો વોટ આપે છે. જ ઈલેક્ટોરલ કૉલેજ કહેવાય છે. ઈલેક્ટર્સ વોટની ગણતરી જાન્યુઆરીમાં અમેરિકન કૉંગ્રેસ કરે છે. જેમાં મહત્તમ વોટ મેળવનારા ઉમેદવારને વિજેતા જાહેર કરવામાં આવે છે. જે બાદ 20 જાન્યુઆરીએ નવા રાષ્ટ્રપતિનો શપથ ગ્રહણ સમારોહ યોજાય છે. જેને અમેરિકામાં ઈનોગ્રેશન ડે તરીકે ઓળખવામાં આવે છે. આ પછી વ્હાઈટ હાઉસમાં રાષ્ટ્રપતિ તેમનો સત્તાવાર હોદ્દો સંભાળે છે.