ભારત-અમેરિકા ટ્રેડ ડીલને લઈ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પનું મોટું નિવેદન, કહ્યું અમે ટેરિફ….

વોશિંગ્ટન ડીસીઃ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર લાદેલા તોતિંગ ટેરિફના કારણે છેલ્લા થોડા દિવસોથી બંને દેશો વચ્ચેના સંબંધમાં તણાવ આવ્યો છે. આ દરમિયાન ટ્રમ્પે ભારત પર લગાવેલા ટેરિફને લઈ મોટું નિવેદન આપ્યું હતું. ટ્રમ્પે કહ્યું, હાલમાં ભારત પર અમેરિકાએ ખૂબ વઘારે ટેરિફ લગાવ્યો છે.
ભારત પહેલા રશિયા પાસેથી ઓઇલની આયાત કરતું હતું પરંતુ હવે રશિયા પાસેથી ઓઇલ ખરીદવાનું ઓછું કર્યું છે. મેં રશિયા સાથેનો ઓઇલ વેપાર મોટા ભાગે બંધ કરાવી દીધો છે, તેથી ભારત પર લગાવવામાં આવેલો ટેરિફ ટૂંક સમયમાં જ ઘટાડવામાં આવશે. ટ્રમ્પે સ્પષ્ટપણે કહ્યું કે, અમે ભારત પર લાગેલા ટેરિફને ઓછો કરવા જઈ રહ્યા છીએ, જે અમે કોઈ પણ સમયે, કોઈ પણ દિવસે કરી દઈશું.
નવી વેપાર સમજૂતી તૈયાર થઈ રહી છે – ટ્રમ્પ
બીજી તરફ અમેરિકન રાષ્ટ્રપતિએ આ વાત પર પણ ભાર મૂક્યો કે અમેરિકા અને ભારત વચ્ચે નવી વેપાર સમજૂતી તૈયાર થઈ રહી છે, જે પહેલાની સમજૂતીઓ કરતાં ખૂબ અલગ અને ન્યાયપૂર્ણ હશે. તેમણે કહ્યું કે, હાલમાં ભારત મને પસંદ નથી કરતું, પરંતુ જલદી જ તેઓ અમને ફરીથી પસંદ કરશે. અમને એક ન્યાયપૂર્ણ અને બધા માટે ફાયદાકારક વેપાર સમજૂતી મળી રહી છે. પહેલા અમારા સોદા ઘણા અસમાન હતા, પણ હવે અમે એક સંતુલિત ડીલની ખૂબ નજીક છીએ.”
ટ્રમ્પે ભારતના કર્યા હતા
આ પહેલા ભારતમાં અમેરિકાના નવા રાજદૂત અને દક્ષિણ-એશિયા વિશેષ દૂત નિયુક્ત થયેલા સર્જિયો ગોરના શપથ ગ્રહણ સમારોહમાં ટ્રમ્પે ભારતના વખાણ કર્યા હતા. ટ્રમ્પે કહ્યું કે, ભારત દુનિયાની સૌથી જૂની સંસ્કૃતિઓમાંની એક છે, સૌથી મોટો દેશ છે. મારા ભારતના વડા પ્રધાન મોદી સાથે સંબંધો શાનદાર છે અને સર્જિયો ગોરે તેને વધુ મજબૂત કર્યા છે.
આ દરમિયાન ટ્રમ્પે આ વાત પર પણ ભાર મૂક્યો કે ગોરનું કામ અમેરિકા અને ભારત વચ્ચેના વ્યૂહાત્મક, આર્થિક અને સુરક્ષા સંબંધોને મજબૂત કરવાનું રહેશે. તેમણે જણાવ્યું કે ગોર રોકાણ વધારવા, અમેરિકી ઊર્જા નિકાસને વધારવા અને તકનીકી સહયોગને મજબૂત કરવામાં મદદ કરશે.
આ પણ વાંચો…અમેરિકાનું સૌથી લાંબુ ‘શટડાઉન’ ટૂંક સમયમાં થશે ખતમ, ડોનાલ્ડ ટ્રમ્પે શું સંકેત આપ્યા?



