ઇન્ટરનેશનલ

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે વેનેઝુએલાના રાષ્ટ્રપતિને દેશ છોડવા આપ્યું અલ્ટીમેટમ, કહ્યું ગમે ત્યારે કરી શકે છે હુમલો

વોશિંગ્ટન : અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે ડ્રગ્સની હેરાફેરીના મુદ્દાએ ગંભીર સ્વરુપ ધારણ કરી લીધું છે. જેમાં અમેરિકાએ દાવો કર્યો છે ડ્રગ્સના લીધે અમેરિકામાં 100,000 લોકો મૃત્યુ પામ્યા છે. ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વેનેઝુએલાના ડ્રગ્સ ડીલરોનો ખાતમો બોલાવવા કટિબદ્ધ છે. ટ્રમ્પે ફોન પર વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને અલ્ટીમેટમ આપ્યું હતું. જેમાં કહેવામાં આવ્યું છે તે પરિવાર સાથે તાત્કાલિક દેશ છોડી દે તો જ તેમને સુરક્ષિત માર્ગ આપવામાં આવશે. જયારે માદુરોએ વૈશ્વિક માફી અને લશ્કરી નિયંત્રણની માંગ કરી હતી.અમેરિકાએ આ માંગણીઓને નકારી કાઢી હતી.

વેનેઝુએલાના એરસ્પેશને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો

આ અંગે ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે સ્વીકાર્યું કે તેમણે તાજેતરમાં માદુરો સાથે વાત કરી હતી. તેમજ તેની બાદ વેનેઝુએલાના એરસ્પેશને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો હતો. તેમની જાહેરાત પછી તરત જ, આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ વેનેઝુએલા ઉપરથી ઉડાન બંધ કરી હતી. દેશમાં એક પણ વિદેશી વિમાન જોવા મળ્યું ન હતું. કેટલીક એરલાઇન્સે વૈકલ્પિક માર્ગો અપનાવ્યા છે.

આ પણ વાંચો: ટ્રમ્પના કડક H-1B નિયમોથી ભારતીયોના H-1B વીઝામાં 40%નો જંગી ઘટાડો; દાયકાના સૌથી ઓછા વીઝા જારી!

વેનેઝુએલાએ બે મુખ્ય માંગણીઓ કરી હતી

જયારે વેનેઝુએલાએ બે મુખ્ય માંગણીઓ કરી હતી. જેમાં પ્રથમ માંગણી માદુરો અને તેના નજીકના લોકો માટે વૈશ્વિક માફી અને બીજી વેનેઝુએલાના સૈન્ય પર સંપૂર્ણ નિયંત્રણ જાળવવાનો અધિકાર આપવામાં આવે. જયારે અમેરિકાએ આ બંને માંગણીઓ સ્વીકારવાનો ઇનકાર કર્યો, જેના કારણે વાટાઘાટો સંપૂર્ણપણે તૂટી ગઈ હતી.

માદુરો અને તેમના શાસન પર અત્યાર સુધીનો સૌથી મોટો દબાણ

જયારે માદુરો સરકારે અમેરિકાના વહીવટીતંત્ર સાથે વાતચીત ફરી શરૂ કરવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ કોઈ પ્રતિભાવ મળ્યો નથી. સંરક્ષણ નિષ્ણાતો કહે છે કે આ પરિસ્થિતિ માદુરો અને તેમના શાસન પર અત્યાર સુધીનો સૌથી મોટો દબાણ છે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button