ઇન્ટરનેશનલ

જોર્ડને ઈઝરાયલને આપી ખુલ્લી ધમકી – ‘હવે ગાઝા પર હુમલો અસહ્ય છે’

હોસ્પિટલ પરના હુમલાથી યુદ્ધની આગ ફાટી નીકળી!

ઈઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન ઈઝરાયલ આવી પહોંચ્યા છે. આ દરમિયાન જોર્ડને પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ, ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસી અને જોર્ડનના રાજા અબ્દુલ્લા બીજા બિન અલ-હુસૈનની અમેરિકી રાષ્ટ્રપતિ સાથેની બેઠક રદ કરીને બધાને ચોંકાવી દીધા હતા. એમ જાણવા મળ્યું છે કે ગાઝા હોસ્પિટલ પર થયેલા હુમલાને કારણે આ સમિટ રદ્દ કરવામાં આવી છે.

હવે આ મામલે જોર્ડનનું નિવેદન પણ સામે આવ્યું છે. જોર્ડનના વિદેશ મંત્રાલય તરફથી જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે હવે યુદ્ધ ટાળી શકાય નહીં. આવી સ્થિતિમાં આ સમયે મળવાનો કોઈ અર્થ નથી.
જોર્ડનના વિદેશ પ્રધાન અયમાન અલ-સફાદીએ કહ્યું હતું કે- ‘અમારા પેલેસ્ટાઈન અને ઈજિપ્તના ભાઈઓ સાથે ચર્ચા કર્યા બાદ અને અમેરિકા સાથે ચર્ચા કર્યા બાદ અમે આ સમિટનું આયોજન ન કરવાનો નિર્ણય લીધો છે.


જો આ સમિટનું આયોજન કરવામાં આવ્યું હોત તો અમારો ઉદ્દેશ્ય એવો ઉકેલ તૈયાર કરવાનો હતો જેના દ્વારા યુદ્ધ ટાળી શકાય, પરંતુ હવે આ યુદ્ધને રોકવું અશક્ય બની ગયું છે.

ગાઝા પટ્ટીમાં પેલેસ્ટિનિયન લોકો વિરુદ્ધ ચાલી રહેલા ઈઝરાયલના નરસંહારને કારણે સમિટ ન યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઇઝરાયલના ગાઝા પરના હુમલા હવે અસહ્ય છે.

આ પહેલા ઈઝરાયલી સેનાએ અનેક વીડિયો જાહેર કરીને પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે કે તેણે ગાઝાની હોસ્પિટલ પર હુમલો કર્યો નથી. IDFએ એક વીડિયો જાહેર કરીને કહ્યું છે કે આ પહેલીવાર નથી જ્યારે ઈઝરાયલ માટે છોડવામાં આવેલા રોકેટ ગાઝા પટ્ટી પર જપડ્યા હોય. આ પહેલા પણ ઈઝરાયલ માટે લોન્ચ કરાયેલા સેંકડો રોકેટ ઈઝરાયલની સરહદ સુધી પહોંચતા પહેલા ગાઝા પટ્ટીમાં પડ્યા છે.


IDFએ વીડિયોમાં ગાઝા હોસ્પિટલમાં થયેલા વિસ્ફોટના ફૂટેજ બતાવ્યા છે, જેમાં રોકેટને આકાશમાં વિસ્ફોટ થતો જોઈ શકાય છે અને પછી ગાઝા હોસ્પિટલ પર પડ્યા બાદ તબાહીનું દ્રશ્ય પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button