ભારત વિરોધી પ્રવૃત્તિઓ અંગેનો સવાલ ભારતીય પત્રકારે પૂછતાં ટ્રમ્પે આપ્યો આવો જવાબ
![](/wp-content/uploads/2025/02/IMG-20250214-WA0007-780x470.jpg)
વોશિંગ્ટન ડીસીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi USA Visit 2025) અમેરિકાનો પ્રવાસ પૂર્ણ કરી વતન પરત ફરી રહ્યા છે. ભારત પરત ફરતાં પહેલાં તેમણે અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ (PM Modi and US President joint press conferance) યોજી હતી. જેમાં ટ્રમ્પને ભારતીય પત્રકારે પૂછેલો સવાલ સમજાયો નહોતા. અમેરિકામાં ભારત વિરોધી ગતિવિધિને લઈ પૂછવામાં આવેલા સવાલનો તેમણે ખૂલીને જવાબ આપ્યો નહોતો. ટ્રમ્પે કોઈ પત્રકારની બોલવાની રીત પર સવાલ ઉઠાવ્યા હોય તેવી આ પ્રથમ ઘટના નથી.
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ભારતીય પત્રકારે અમેરિકામાં ભારત વિરોધી ગતિવિધિને લઈ ટ્રમ્પને સવાલ કર્યો હતો. ખાસ વાત એ છે કે તે સમયે પીએમ મોદી નજીકમાં જ ઉભા હતા. ટ્રમ્પે પત્રકારને કહ્યું કે, તમારે વધુ ઝડપથી બોલવું પડશે. જે બાદ પત્રકારે ફરી સવાલ કર્યો તો ટ્રમ્પે કહ્યું, મને તમારો એક પણ શબ્દ સમજાઈ રહ્યો નથી.
Also read:
અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પહેલાં પણ આવું કરી ચૂક્યા છે. ઇઝરાયલના વડા પ્રધાન બેંજામિન નેતન્યાહૂ સાથે પ્રેસ કોન્ફરન્સમાં તેમણે આ પ્રકારની પ્રતિક્રિયા આપી હતી. અફઘાનિસ્તાનથી આવેલા એક મહિલા પત્રકારે કરેલા સવાલ પર તેમણે કહ્યું, તમારો અવાજ ખૂબ સુંદર છે અને ખૂબ સારું એક્સેંટ છે. પરંતુ પરેશાની એ છે કે તમે જે કરી રહ્યા છો તે મને બિલકુલ સમજાઈ રહ્યું નથી.
આતંકવાદ મુદ્દે શું બોલ્યા પીએમ મોદી?
રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથેની મુલાકાતમાં પીએમ મોદીએ સરહદપારના આતંકવાદનો મુદ્દો પણ ઉખેડ્યો હતો અને જણાવ્યું હતું કે સરહદ પારના આતંકવાદ સામે પણ કડક કાર્યવાહી જરૂરી છે. ભારત અને અમેરિકા આતંકવાદ સામે લડવામાં સહયોગ કરશે. મને ખુશી છે કે ટ્રમ્પે 26/11 હુમલાના આતંકવાદી તહવ્વુર રાણાના ભારત પ્રત્યાપણને મંજૂરી આપી છે, આ માટે હું ટ્રમ્પનો આભાર માનું છું. ભારતની કોર્ટમાં તેની સામે ઉચિત કાર્યવાહી કરી ન્યાય કરવામાં આવશે. ભારત અને અમેરિકા બંનેનું માનવું છે કે બંને દેશો વચ્ચેથી ભાગીદારી એક સારી દુનિયાને આકાર આપી શકે છે.