અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કરી બંને દેશોને યુદ્ધવિરામ લાગુ કરવા અપીલ કરી | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કરી બંને દેશોને યુદ્ધવિરામ લાગુ કરવા અપીલ કરી

ન્યુયોર્ક : ઈરાન અને ઈઝરાયલ વચ્ચે 12 દિવસથી ચાલી રહેલા યુદ્ધને અટકાવવાની અમેરિકાની રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે. જોકે, તેની બાદ પણ ઇરાને ઈઝરાયલ પર મિસાઇલ હુમલા કર્યા છે. ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર બંને દેશોને યુદ્ધવિરામનું પાલન કરવા અપીલ કરી છે.

યુદ્ધવિરામની જાહેરાતને ઇરાને કાઢી

જોકે, બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પની યુદ્ધવિરામની જાહેરાતને ઇરાને કાઢી હતી. તેમજ કહ્યું હતું કે કોઈપણ યુદ્ધવિરામ અથવા લશ્કરી કાર્યવાહી બંધ કરવા પર કોઈ કરાર થયો નથી. જોકે, ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ કહ્યું હતું કે તેમને આ યુદ્ધ ચાલુ રાખવામાં કોઈ રસ નથી જો ઈઝરાયલ હુમલો બંધ કરશે.

ઈઝરાયલે ઈરાન પર યુદ્ધ શરૂ કર્યું છે

અરાઘચીએ કહ્યું કે ઈરાને વારંવાર સ્પષ્ટ કર્યું છે કે ઈઝરાયલે ઈરાન પર યુદ્ધ શરૂ કર્યું છે અને જો ઈઝરાયલી શાસન તેહરાન સમય મુજબ સવારે 4 વાગ્યા પહેલા ઈરાની લોકો સામે તેનું ગેરકાયદે આક્રમણ બંધ કરે છે. તો તે પછી અમારો જવાબ ચાલુ રાખવાનો કોઈ ઈરાદો નથી.

ઇરાને ઈઝરાયેલ પર મિસાઇલ હુમલા કર્યા

આ દરમિયાન ઇરાને કરેલા મિસાઇલ હુમલામાં ઇઝરાયલી મીડિયા અહેવાલો અનુસાર, દક્ષિણ ઇઝરાયલી શહેર બીરશેબા પર ત્રણ લોકો માર્યા ગયા છે. આ ઉપરાંત ઇઝરાયલ સંરક્ષણ દળોએ ફરીથી લોકોને સલામત સ્થળોએ પ્રવેશવા અને સ્પષ્ટ સૂચનાઓ પછી જ બહાર નીકળવા કહ્યું છે.

આ પણ વાંચો…ઇરાન ઈઝરાયલ યુદ્ધને રોકવા ડોનાલ્ડ ટ્રમ્પની યુદ્ધવિરામની જાહેરાત

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button