ન્યૂયોર્કના મેયર તરીકે મમદાનીની જીતથી વોલ સ્ટ્રીટમાં ચિંતાનો માહોલ…

ન્યૂયોર્ક : અમેરિકામાં ન્યૂયોર્ક શહેરના મેયર તરીકે ઝોહરાન મમદાનીની જીત થઇ છે. જોકે, તેની બાદ અમેરિકાના શેરબજાર વોલ સ્ટ્રીટમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. જેનું કારણ મમદાનીની સોશિયાલીસ્ટ પોલીસી ગણવામાં આવે છે. જે વેપાર અને રોકાણને અસર કરી શકે છે. ન્યૂયોર્કને વિશ્વનું નાણાકીય કેન્દ્ર માનવામાં આવે છે.
શહેરના વેપારમાં સ્પર્ધાત્મકતા વધશે
ન્યૂયોર્ક શહેરના મેયર તરીકે ઝોહરાન મમદાની આવતા રોકાણકારો અને નાણાકીય નિષ્ણાતો માને છે તે ન્યૂયોર્કના કારોબારને વધુ ખર્ચાળ અને જટિલ બનાવી શકે છે. તેમના પ્રચાર દરમિયાન મમદાનીએ ભાડા પર નિયંત્રણ, મફત બસ સેવા, વૈશ્ચિક બાળ સંભાળ કેન્દ્ર અને શહેર દ્વારા સંચાલિત કરિયાણાની દુકાનો શરુ કરશે. તેમજ આ આ યોજનાઓને ભંડોળ પૂરું પાડવા માટે તે અમીરો પર કર વધારવા અને કોર્પોરેટ કર વધારવા વિશે વાત કરે છે. આ તે છે જે હવે વોલ સ્ટ્રીટને અસર કરી રહ્યું છે. જેના લીધે શહેરના વેપારમાં સ્પર્ધાત્મકતા વધશે.
જીત રિપબ્લિકન પાર્ટી માટે ચેતવણીનો સંકેત
નિષ્ણાતોના મતે આ જીત ખુબ જ રસપ્રદ છે. તેમજ હવે ખબર પડશે કે મમદાની ન્યૂયોર્કને કેટલું બદલવા માંગે છે અને જનતા તેમને કેટલી સ્વીકારે છે. તેમજ ન્યૂ યોર્ક, વર્જિનિયા અને ન્યૂ જર્સીમાં ડેમોક્રેટિક ઉમેદવારોની જીત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી માટે ચેતવણીનો સંકેત છે. તેમજ હાલ ન્યૂ યોર્કમાં એક બેડરૂમનું ભાડું મહિને 5,000 ડોલર સુધી પહોંચી ગયું છે. ત્યારે તે અસહ્ય પરિસ્થિતિ અને રોષ મમદાનીની જીતના કારણ માનવામાં આવે છે. જયારે નાના વ્યવસાયો અને કોર્પોરેશનો પર કર વધશે તો તેની સીધી અસર શહેરના અર્થતંત્ર પર પડી શકે છે.
એફોર્ડેબલ એજન્ડા ન્યૂયોર્કના અર્થતંત્ર માટે ફાયદાકારક
જયારે મમદાનીના પ્રવક્તા ડોરા પેકાકે સ્પષ્ટતા કરી કે તેમનો “એફોર્ડેબલ એજન્ડા” ન્યૂયોર્કના અર્થતંત્ર માટે ફાયદાકારક છે. તેમના મતે, જ્યારે લોકોને જીવનની સારી ગુણવત્તા અને સસ્તી સેવા મળશે. તેમજ નોકરીઓ જાળવી રાખશે અને વ્યવસાય કરવા માટે વધુ પ્રેરિત થશે. આ શહેરની ઉત્પાદકતા અને ટકાઉપણું બંનેમાં સુધારો કરશે.
આ પણ વાંચો…ન્યૂ યોર્કના નવા મેયરના માતા ભારતના જાણીતા ફિલ્મ ડાયરેક્ટર! જાણો એમના જીવન વિષે



