અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ કહ્યું ભારત મહત્વનો પાર્ટનર દેશ

ન્યૂયોર્ક: ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટેરિફ વિવાદ વચ્ચે ન્યુયોર્કમાં બે દેશોના વિદેશ મંત્રીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં બંને દેશના નેતાઓએ પરસ્પર સંબંધોને વધુ ગાઢ બનાવવા પર ભાર મૂક્યો. આ બેઠક બાદ અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ કહ્યું, “ભારત અમેરિકા માટે ખૂબ જ મહત્વપૂર્ણ ભાગીદાર છે. તેમણે વેપાર, સંરક્ષણ, ઉર્જા, દવાઓ અને મહત્વપૂર્ણ ખનિજો જેવા ક્ષેત્રોમાં ભારત સાથે મળીને કામ કરવાની પ્રશંસા કરી.
Good to meet @SecRubio this morning in New York.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) September 22, 2025
Our conversation covered a range of bilateral and international issues of current concern. Agreed on the importance of sustained engagement to progress on priority areas.
We will remain in touch.
pic.twitter.com/q31vCxaWel
બેઠક એક કલાક સુધી ચાલી
ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર અને અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબીયો વચ્ચેની બેઠક એક કલાક સુધી ચાલી હતી. જેમાં ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા માટે સાથે મળીને કામ કરવાનું વચન આપ્યું હતું. તેમજ ક્વાડ દ્વારા બંને દેશો વચ્ચે સહયોગને વધુ વધારવા માટે એક કરાર થયો હતો.
બંને દેશોને ફાયદો થશે
આ અંગે વિદેશ મંત્રી એસ. જયશંકરે એક્સ પર લખ્યું કે. ન્યૂ યોર્કમાં રૂબિયોને મળવું સારું રહ્યું. અમે પરસ્પર અને વૈશ્વિક મુદ્દાઓ પર ખુલીને વાત કરી. અમે પ્રાથમિકતાવાળા ક્ષેત્રોમાં આગળ વધવા માટે નિયમિત સંપર્ક જાળવવા સંમત થયા.
જયારે માર્કો રુબિયોએ એક્સ પર એમ પણ લખ્યું, મેં જયશંકર સાથે વેપાર, ઉર્જા, ફાર્માસ્યુટિકલ્સ અને મહત્વપૂર્ણ ખનિજો જેવા ક્ષેત્રોમાં ભારત-અમેરિકા સંબંધોને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરી. આનાથી બંને દેશોને ફાયદો થશે.
ઉલ્લેખનીય છે કે, ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 80મા સત્ર દરમિયાન ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો સાથે મુલાકાત કરી હતી.
આપણ વાંચો: અમેરિકાના ટુકડા થશે, ટ્રમ્પ છેલ્લા પ્રમુખ હશે ! ક્યા ભારતીયે કરી આ આગાહી ?