ઇન્ટરનેશનલ

ઈરાકની રાજધાની બગદાદમાં અમેરિકી દૂતાવાસ પર રોકેટ હુમલો

ઈરાકની રાજધાની બગદાદ સ્થિત યુએસ એમ્બેસી પર શુક્રવારે સવારે રોકેટ હુમલાના સમાચાર સામે આવ્યા છે. આ હુમલામાં કોઈ જાનહાનિ થઈ હોવાની માહિતી મળી નથી. એક ઇરાકી અધિકારીએ જણાવ્યું હતું કે શુક્રવારે 14 રોકેટ છોડવામાં આવ્યા હતા. અમેરિકી દૂતાવાસ પર સવારે લગભગ 4.15 વાગ્યે રોકેટ વડે હુમલો કરવામાં આવ્યો હતો.

કેટલાક દૂતાવાસના ગેટ પાસે જ્યારે અન્ય નદીમાં પડ્યા હતા. ઈરાકી સુરક્ષા અધિકારીના જણાવ્યા અનુસાર, સવારે લગભગ 4 વાગે અમેરિકી દૂતાવાસ પર હુમલો કરવામાં આવ્યો હતો. યુએસ આર્મીના એક અધિકારીએ જણાવ્યું હતું કે દૂતાવાસ સંકુલ અને યુનિયન થ્રીની આસપાસ યુએસ અને ગઠબંધન દળો પર અનેક રોકેટ હુમલા થયા હતા. રોકેટને કારણે છૂટાછવાયા માલસામાનને નુકસાન થયું હતું. તેમણે કહ્યું કે કોઈ જાનહાનિ કે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન થયું હોવાના કોઈ અહેવાલ નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button