ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

US Election Result Live: ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસે 200નો આંક પાર કર્યો, કાંટાની ટક્કર

વોશિંગ્ટન : અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી(US Election Result Live)માટે મતદાન સમાપ્ત થઈ ગયું છે. કેટલીક જગ્યાઓ પર મતદાન ચાલી રહ્યું છે જે ટૂંક સમયમાં સમાપ્ત થશે. જે રાજ્યોમાં ચૂંટણી પૂરી થઈ છે ત્યાંથી પણ સતત પરિણામો આવી રહ્યા છે. અત્યાર સુધી જાહેર થયેલા પરિણામોમાં રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પને 230 ઈલેક્ટોરલ વોટ અને કમલા હેરિસને 205 ઈલેક્ટોરલ વોટ મળ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ વચ્ચે હાલ કાંટાની ટક્કર ચાલી રહી છે. યુ.એસ.ના રાષ્ટ્રપતિ પર સંપૂર્ણ વિશ્વની આ નજર છે.

સાત સ્વિંગ સ્ટેટ્સના પ્રારંભિક વલણો

જ્યારે સાત સ્વિંગ સ્ટેટ્સના પ્રારંભિક વલણો જોઇએ તો એરિઝોના,વિસ્કોન્સિ, પેન્સિલવેનિયા,જ્યોર્જિયા અને ઉત્તર કેરોલિના, મિશિગનમાં આગળ છે. જ્યારે નેવાડામાં હજુ કોઇ વલણ સામે આવ્યા નથી.

ડોનાલ્ડ ટ્રમ્પ બહુમતથી માત્ર 40 વોટ દૂર

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામોમાં ડોનાલ્ડ ટ્રમ્પે લીડ જાળવી રાખી છે. બહુમત માટે જરૂરી 270 ઈલેક્ટોરલ વોટથી તે માત્ર 40 વોટ દૂર છે. જ્યારે કમલા હેરિસ પાસે 205 ઈલેક્ટોરલ વોટ છે.

કેલિફોર્નિયામાં જીતના માર્ગ પર કમલા હેરિસ

કમલા હેરિસ કેલિફોર્નિયામાં જીતવા જઈ રહી છે. આ રાજ્યમાં જીતીને કમલાને 54 ઈલેક્ટોરલ વોટ મળ્યા છે જેના કારણે તે ફરી એકવાર રેસમાં આવી ગઈ છે. 1988 પછી દેશના સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્યમાં કોઈ રિપબ્લિકન ઉમેદવાર ચૂંટણીમાં વિજય થયો છે.

Also Read – US Presidential Result Live: જાણો .. અમેરિકામાં સ્વિંગ સ્ટેટ્સમાં ડોનાલ્ડ ટ્રમ્પ કે કમલા હેરિસ કોણ આગળ

ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકો એકત્ર થયા

રિપબ્લિકન પ્રમુખપદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના સાથી જેડી વેન્સના સમર્થકો અને પ્રચાર કાર્યકર્તાઓ ચૂંટણીની રાત્રે પરિણામોની રાહ જોવા માટે એકત્ર થયા છે. ફ્લોરિડાના વેસ્ટ પામ બીચમાં પામ બીચ કાઉન્ટી કન્વેન્શન સેન્ટરમાંથી સમર્થકોનો વીડિયો જોવા મળ્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button