ટ્રમ્પે ચીનને મોટો ઝટકો આપ્યો; ચીન પર વધુ આટલા ટકા ‘Tariff’ ઝીંક્યો

વોશિંગ્ટન ડીસી: ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વાર અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ વિવિધ દેશોની આયાતો પર ટેરીફ લાગવવાની જાહેરાત કરી ચુક્યા છે, જેને કારણે ટ્રેડ વોર શરુ થવાની ભીતિ છે. એવામાં ટ્રમ્પે ફરી એકવાર ટેરિફ અંગે મોટી જાહેરાત કરી છે, તેમણે ચીન પર વધુ 10 ટકા ટેરિફ લગાવવાની જાહેરાત (Donald Trump imposed tariff on China ) કરી છે. ટ્રમ્પે કરેલી તાજેતરની જાહેરાતમાં કેનેડા અને મેક્સિકોને રાહત આપવામાં આવી નથી, હવે બંને દેશોની આયાતો પર 25 ટકા ટેરિફ લાગુ થશે.
આ કારણે લેવાયો નિર્ણય:
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આરોપ લગાવ્યો છે કે અમેરિકામાં પાડોશી દેશો મારફતે ઓપિયોઇડ ફેન્ટાનીલ નામનું ડ્રગ્સ ઘુસાડવામાં આવી રહ્યું છે. આ કારણોસર, કેનેડા અને મેક્સિકો પર ટેરિફ લાદવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત, ચીન પર પર પણ વધુ 10 ટકા ટેરીફ લાદવામાં આવ્યો છે, હવે ચીનથી આયાત ઉત્પાદનો પર 20 ટકા ટેરીફ લાગશે.
Also read: ટ્રમ્પનો ટેરિફ તરખાટ એપલને પણ પડશે ભારેઃ તમારી એપલ લેવાની ઈચ્છા પણ..
રાષ્ટ્રપતિ ટ્રમ્પે એક નિવેદનમાં કહ્યું કે મેક્સિકો અને કેનેડાથી હજુ પણ આપણા દેશમાં મોટી માત્રામાં ડ્રગ્સ આવી રહ્યું છે. ચીનથી ફેન્ટાનીલ ડ્રગ્સ મોટી માત્રામાં સપ્લાય કરી રહ્યું છે. ગયા વર્ષે જ આ ડ્રગના કારણે 1 લાખથી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા, લાખો લોકો આ ડ્રગ્સના વ્યસની બની ગયા છે, ઘણા પરિવારો બરબાદ થઈ ગયા છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં આ નહીં ચલાવી લઈ, તેથી જ્યાં ડ્રગ્સની સપ્લાય બંધ ન થાય ત્યાં સુધી ટેરિફ લગાવવામાં આવશે, અને આ ટેરીફ 4 માર્ચથી અમલમાં આવશે.
વ્હાઇટ હાઉસના એક અધિકારીએ એક ન્યુઝ એજન્સીને જણાવ્યું, “ચીન, મેક્સિકો અને કેનેડા સાથે ચર્ચા ચાલી રહી છે, ઈમિગ્રેશન મુદ્દા અંગે સમજુતી થઇ છે, પરંતુ ફેન્ટાનાઇલ મુદ્દો હજુ પણ ચિંતાનો વિષય છે.” એક આંતરરાષ્ટ્રીય ન્યુઝ એજન્સીએ સૂત્રોને ટાંકીને જણાવ્યું કે મેક્સિકો ડ્રગ લોર્ડ રાફેલ કેરો ક્વિન્ટેરોનું યુનાઇટેડ સ્ટેટ્સને પ્રત્યાર્પણ કરશે. સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ અનુસાર, 2023માં યુ.એસ.માં સિન્થેટિક ઓપીઓઇડ્સથી 72,776 લોકો મૃત્યુ પામ્યા, જેમાં મુખ્યત્વે ફેન્ટાનાઇલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.