ઇન્ટરનેશનલ

કુતુબ મિનારથી પણ ઊંચાઈ ધરાવતું જહાજ ઈઝરાયલની મદદે, આ દેશે આપ્યો મદદનો હાથ

ગાઝા પટ્ટીઃ ગાઝા પટ્ટી પરના આતંકવાદી સંગઠન હમાસ પર હુમલા કરવા હવે ઈઝરાયલ વધુ આક્રમક બન્યું છે, જેમાં જમીન પરથી લઈને હવાઈ હુમલા કરી રહ્યું છે. જમીનથી લઈ આસમાન પરના હુમલા પછી હવે દરિયાઈ સીમા પરથી હુમલા કરવા ઘેરાબંધી શરુ કરી છે અને એના માટે અમેરિકા મદદ પૂરી પાડી રહ્યું છે.

અમેરિકાનું જમ્બો વોરશિપ ભૂમધ્ય સાગરમાં ઈઝરાયલની મદદ માટે પહોંચી ગયું છે. તમારા માન્યામાં આવશે નહીં, પરંતુ આ અમેરિકન વોરશિપ યુએસએસ ગેરાલ્ડ આર ફોર્ડ અને યુએસએસ આઈજનહોવર ઈઝરાયલની મદદ માટે તહેનાત કરવામાં આવ્યું છે. ગેરાલ્ડ આર ફોર્ડ દુનિયાનું સૌથી મોટું એરક્રાફ્ટ કેરિયર માનવામાં આવે છે.


પરમાણુ ઊર્જાથી ચાલતું આ જમ્બો વોરશિપ ગેરાલ્ડ ફોર્ડની વિશેષતા છે કે તે 76 ફૂટ ઊંચું છે. તેની ઊંચાઈની વાત કરીએ તો દિલ્હીમાં આવેલા કુતુબ મિનારથી પણ ઊંચો છે. તેની ક્ષમતા એક લાખ ટનથી વધારે છે, જ્યારે એકસાથે 70 ફાઈટર જેટ લઈ જઈ શકે છે. આ ઉપરાંત, તેને ચલાવવા માટે 4,500 નૌકાદળના સૈનિક કામ કરે છે, જ્યારે તેની સ્પીડ કલાકના 56 કિલોમીટરની છે.


એ જ રીતે અમેરિકાનું બીજું સૌથી મોટું જમ્બો શિપ આઈજન હોવર વર્ષ 1977થી તહેનાત છે, જે ખાડી યુદ્ધમાં સૌથી મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી. એની સાથે સાથે 56 ફાઈટર જેટ અને હેલિકોપ્ટર તહેનાત કરી શકાય છે. થ્રીડી રડાર આધારિત આ જમ્બો જહાજમાં ટાર્ગેટને ઈન્ટરસેપ્ટ કરીને નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે.


અમેરિકાએ લેબનોન, ઈરાન અને સીરિયાને હમાસ અને ઈઝરાયલ વચ્ચેનું યુદ્ધમાં રોકવા માટે બે જમ્બો શિપ મોકલ્યા છે. બીજી બાજુ ઈઝરાયલ નૌકાદળ પણ દરિયાઈ સીમા પર સતર્ક છે. દરિયાઈ માર્ગે કોઈ પણ ઘૂસણખોરીને રોકવા માટે પર્યાપ્ત તૈયારી કરી છે. શંકાસ્પદ આતંકવાદીઓ પર હુમલા કરે છે.


ઈઝરાયલ પણ વીણી વીણીને હમાસના આતંકવાદીઓના કમાન્ડરોને પણ હણી રહ્યા છે, જેમાં તાજેતરમાં એક કમાન્ડર મહોમ્મદ અબુ શામલાને માર્યો હતો.

ઈઝરાયલ સામે યુદ્ધ કરવા માટે લેબનોન, ઈરાન અને સિરિયા પણ સક્રિય બન્યા છે. લેબનોનવતીથી હિજબુલ્લાના આતંકવાદીઓ ઈઝરાયલ પર હુમલા કરે છે. લેબનોન ઈઝરાયલની બોર્ડરનો પહાડી વિસ્તાર છે. હિઝબુલ્લાના આતંકવાદીઓ આ પહાડી વિસ્તારનો ઉપયોગ કરીને ગોરિલ્લા યુદ્ધ કરે છે.


ઈરાને પણ ધમકી આપી છે કે જો ઈઝરાયલ યુદ્ધ રોકશે નહીં તો તેની સામે યુદ્ધ કરી શકે છે. ઈરાને ચેતવણી આપી હોવા છતાં ઈઝરાયલ પર અસર પડી નથી, જ્યારે ઈઝરાયલ સેના નિરંતર ગાઝા તરફ આગકૂચ કરી રહ્યું છે.

ઈઝરાયલ પાસે પણ મજબૂત લશ્કરી સાધનસામગ્રી છે, જેમાં નામેર આર્મ્ડ વ્હિકલ છે. નામેરનો અર્થ દીપડો થાય છે. બખ્તરવાળી પર્સનલ કેરિયર કલાકના 85 કિલોમીટરની ઝડપે દોડે છે, જ્યારે 500 કિલોમીટર સુધી એટેક કરવાની ક્ષમતા ધરાવે છે. હમાસની પાસે બુલ્સે-ટૂ એન્ટિ ટેન્ક મિસાઈલ છે, જે 2,500 મીટર સુધી હુમલો કરે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…