અમેરિકાનો ઈરાનના પરમાણુ સ્થળો પર હુમલા બાદ ઈરાનનો દાવો, રેડિયેશન લીકેજના કોઇ સંકેત નહિ…

તહેરાન : ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અમેરિકાએ પણ એન્ટ્રી કરી છે. અમેરિકાએ ઈરાનના ત્રણ પરમાણુ સ્થળો પર બોમ્બમારો કર્યો છે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે અમેરિકાના હુમલા બાદ ઈરાનના ત્રણ પરમાણુ સ્થળોનો નાશ કરવામાં આવ્યો છે. તેની બાદ ઈરાને રવિવારે કહ્યું કે અમેરિકન હવાઈ હુમલા પછી ઇસ્ફહાન, ફોર્ડો અને નતાન્ઝ સ્થિત તેના પરમાણુ સ્થળોમાં રેડિયેશન લીકેજના કોઈ સંકેતો મળ્યા નથી.
નાગરિકોને કોઇ ખતરો નહિ
ઈરાનના રાજ્ય મીડિયાએ દેશના રાષ્ટ્રીય પરમાણુ સુરક્ષા પ્રણાલી કેન્દ્રના નિવેદનને ટાંકીને અહેવાલ આપ્યો છે કે હુમલા પછી રેડિયેશન શોધનારા ઉપકરણોમાં કોઈ કિરણોત્સર્ગી ઉત્સર્જન મળ્યું નથી. આ સાથે નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ સ્થળોની આસપાસ રહેતા લોકો માટે કોઈ ખતરો નથી. આ અગાઉ ઇઝરાયલના પરમાણુ સ્થળો પર હુમલા પછી આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સીએ કહ્યું હતું કે પરમાણુ કેન્દ્રોની આસપાસ કિરણોત્સર્ગી સામગ્રીના ઉત્સર્જનનો કોઈ કેસ નોંધાયો નથી.
ફોર્ડો પરમાણુ સ્થળ સંપૂર્ણપણે નાશ પામ્યું : ડોનાલ્ડ ટ્રમ્પ
અમેરિકાએ ઈરાનના ત્રણ પરમાણુ સ્થળો પર હુમલો કર્યો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આને ખૂબ જ સફળ હુમલો ગણાવ્યો છે. અમેરિકાએ ઈરાનના ફોર્ડો, નતાન્ઝ અને એસ્ફહાન પરમાણુ સ્થળો પર હુમલો કર્યો છે. ટ્રમ્પે કહ્યું કે ફોર્ડો પરમાણુ સ્થળ નાશ પામ્યું છે.
આપણ વાંચો : ઈઝરાયેલ ઇરાન યુદ્ધમાં અમેરિકાની એન્ટ્રી, અમેરિકાએ ઇરાનના ત્રણ પરમાણુ સ્થળો પર એર સ્ટ્રાઈક કરી…