બાંગ્લાદેશના આર્થિક વિકાસ માટે અમેરિકા કરશે આટલા મિલિયન ડોલરની મદદ
ઢાકાઃ બાંગ્લાદેશમાં ગયા મહિના દરમિયાન સરકારના પતન પછી નવી સરકારની સ્થિરતા આર્થિક વિકાસ માટે અમેરિકા કટિબદ્ધ છે અને આજે આ મુદ્દે જણાવ્યું હતું કે બાંગ્લાદેશની આર્થિક વૃદ્ધિ માટે પ્રતિબદ્ધ છે તેમ જ વધુ 202 મિલિયન અમેરિકન ડોલરની સહાય આપશે, એમ અમેરિકાએ જણાવ્યું હતું.
અમેરિકાએ આજે બાંગ્લાદેશને પોતાના નાગરિકો માટે વધુ ન્યાયસંગત અને સમાવિષ્ટ ભવિષ્ય બનાવવા માટે આર્થિક અને રાજકીય સંબંધોનો વિસ્તાર કરવાનું આશ્વાસન આપ્યું હતું. બીજી તરફ બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસે દેશના ફરીથી નિર્માણ અને મહત્વના સુધારાઓ લાગુ કરવા માટે વોશિંગ્ટન પાસે સમર્થન માંગ્યું હતું.
મલ્ટી-એજન્સી યુએસ ડેલિગેશનનું નેતૃત્વ યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રેઝરીમાં ઇન્ટરનેશનલ ફાઇનાન્સના મદદનીશ સચિવ બ્રેન્ટ નીમન દ્વારા કરવામાં આવ્યું હતું. દક્ષિણ અને મધ્ય એશિયાઈ બાબતોના બ્યુરોના સહાયક વિદેશમંત્રી ડોનાલ્ડ લૂ શનિવારે ભારતથી ઢાકા પહોંચ્યા હતા.
આ પણ વાંચો : બાંગ્લાદેશી, રોહિંગ્યાની ઘૂસણખોરી ઝારખંડ સામેનું મોટું સંકટ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી
વોશિંગ્ટન સાથેના તેમના ગાઢ સંબંધો માટે જાણીતા યુનુસને બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યાના એક મહિના પછી આ બેઠક થઈ હતી. શેખ હસીના વિદ્યાર્થીઓની આગેવાની હેઠળના વિરોધ પ્રદર્શન વચ્ચે 5 ઓગસ્ટના રોજ રાજીનામું આપી દેશ છોડીને ભાગી ગયા હતા.
ઢાકામાં યુએસ એમ્બેસીએ બેઠક પછી એક નિવેદનમાં જણાવ્યું હતું હતું કે “અમારા (યુએસ) પ્રતિનિધિમંડળે મુખ્ય સલાહકાર, પ્રોફેસર મોહમ્મદ યુનુસ સાથે મુલાકાત કરી હતી. જેમાં બાંગ્લાદેશના લોકોને લાભ થાય તે માટે સર્વસમાવેશક વિકાસ, સંસ્થાના નિર્માણ અને વિકાસને પ્રોત્સાહન આપવાના અમારા સમર્થનની ખાતરી આપવામાં આવી હતી.
અમેરિકા ઢાકાના પ્રયાસોને સમર્થન આપવા તૈયાર છે કારણ કે બાંગ્લાદેશ વધુ ન્યાયી અને સમાવિષ્ટ ભવિષ્યની રૂપરેખા તૈયાર કરવા માંગે છે. મીડિયાના અહેવાલમાં જણાવ્યું હતું કે યુનુસે પોતાની વચગાળાની સરકારની સામે આવનારા પડકારોને ઓળખ્યા છે. અર્થતંત્રને “રીસેટ, સુધારવા અને ફરીથી પ્રારંભ કરવાની આવશ્યકતા પર ભાર મુક્યો હતો. તેમણે કહ્યું કે “આ અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમય છે અને અમારા ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ ક્ષણ છે.
તેમણે કહ્યું કે તેમની સરકાર અગાઉના નિરંકુશ શાસન સાથે સંકળાયેલા ભ્રષ્ટ વ્યક્તિઓ દ્વારા ચોરી કરાયેલી સંપત્તિ પાછી મેળવવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે નાણાકીય ક્ષેત્ર, ન્યાયતંત્ર અને પોલીસમાં ચાલી રહેલા સુધારાઓનું વર્ણન કર્યું, જે રાષ્ટ્રીય સંસ્થાઓને મજબૂત કરવા અને પ્રણાલીગત ભ્રષ્ટાચારને દૂર કરવા માટે શરૂ કરવામાં આવ્યા છે.
મીટિંગ પછી અમેરિકાના દૂતાવાસે કહ્યું હતું કે “અમે બાંગ્લાદેશના નવેસરથી ગતિશીલતા અને વૃદ્ધિ તરફના માર્ગને સમર્થન આપીએ છીએ. ટોચના આર્થિક નીતિ નિર્માતાઓ સાથેની અમારી સંલગ્નતા આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓ સાથે સંકળાયેલા સહિત આર્થિક વૃદ્ધિ, રોજગાર સર્જન અને ટકાઉપણાને આગળ વધારવાના સત્તાવાળાઓના પ્રયાસો પર કેન્દ્રિત છે.