આતંકવાદી હાફિઝ સઈદના નજીકના 'Hafiz Abdul Salam Bhuttaviનું પાકિસ્તાનની જેલમાં મૃત્યુ | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

આતંકવાદી હાફિઝ સઈદના નજીકના ‘Hafiz Abdul Salam Bhuttaviનું પાકિસ્તાનની જેલમાં મૃત્યુ

ભારતનો વધુ એક દુશ્મનના મોતના સમાચાર જાણવા મળ્યા છે. મુંબઈ હુમલાના સૌથી મોટા માસ્ટરમાઇન્ડ અને હાફિઝ સઈદના ખૂબ જ ખાસ મનાતા લશ્કર-એ-તૈયબાના સ્થાપક સભ્ય હાફિઝ અબ્દુલ સલામ ભુટાવીનું મૃત્યુ થયું છે. સંયુક્ત રાષ્ટ્રએ ગુરુવારે ભુતાવીના મૃત્યુની પુષ્ટિ કરી હતી. ભુતાવીના મોતને કારણે લશ્કર-એ-તૈયબાની કમર ભાંગી ગઈ છે અને ભારતનો વધુ એક દુશ્મન મરી ગયો છે.

ભુતાવી પાકિસ્તાનની જેલમાં હતો. તેણે મુંબઈ હુમલાને અંજામ આપનારા આતંકવાદીઓને તાલીમ આપી હતી. લાંબા સમયથી તે પાકિસ્તાનની જેલમાં ટેરર ​​ફાઇનાન્સિંગના કેસમાં સજા ભોગવી રહ્યો હતો. છેલ્લા કેટલાક સમયથી તે બીમાર હતો. ભુતાવીનું 29 મે 2023 ના રોજ પંજાબ પ્રાંતના મુરીદકેમાં હાર્ટ એટેકથી અવસાન થયું હતું. તે સમયે તે પાકિસ્તાન સરકારની કસ્ટડીમાં હતો. હવે સંયુક્ત રાષ્ટ્રએ સ્પષ્ટ કર્યું છે કે તેનું મૃત્યુ મે મહિનામાં થયું હતું. હાફિઝ સઈદે પણ તેના મૃત્યુની પુષ્ટિ કરી છે.


ભુતાવી લશ્કર-એ-તૈયબા અને જમાત-ઉદ-દાવાના મુખ્ય વ્યક્તિ ગણાતો હતો. તે લશ્કર અને જમાત-ઉદ-દાવાના ઓપરેશન માટે ફતવા બહાર પાડતો હતો. તેણે જ નવેમ્બર 2008માં મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલા માટે ઓપરેટિવ્સને તૈયાર કરવામાં મદદ કરી હતી. આ હુમલામાં 150 થી વધુ લોકો માર્યા ગયા હતા અને ઘણા ઘાયલ થયા હતા. 2008માં મુંબઈ હુમલા બાદ લશ્કર ચીફ હાફિઝ સઈદની અટકાયત કરવામાં આવી હતી. તેને પાકિસ્તાન સરકારે જૂન 2009 સુધી કસ્ટડીમાં રાખ્યો હતો. સઈદની ગેરહાજરીમાં ભુતાવીએ લશ્કરની કમાન સંભાળી હતી.

સંબંધિત લેખો

Back to top button