ઇન્ટરનેશનલ

United Airlinesની ફ્લાઈટના એન્જિનમાં લાગી આગ, શિકાગો એરપોર્ટ પર ઉડાન રોકવી પડી

શિકાગો : યુનાઈટેડ એરલાઈન્સની (United Airlines) ફ્લાઈટને શિકાગોના(Chicago) ઓ’હારે ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સોમવાર 27 મેના રોજ એન્જિનમાં આગ(Fire) લાગવાથી રોકવી પડી હતી. આ ઘટના કેમેરામાં કેદ થઈ હતી જેમાં વિમાનની વિંગમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. યુનાઇટેડ એરલાઇન્સની ફ્લાઇટ 2091માં એવા સમયે આગ લાગી જયારે બપોરે 2 વાગ્યે તે સિએટલ માટે ઉડાન ભરવાની હતી.

પ્લેનમાંથી 148 મુસાફરો અને પાંચ ક્રૂ સભ્યોને બહાર નીકાળવામાં આવ્યા

ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) અને યુનાઈટેડ એરલાઈન્સે અલગથી અહેવાલ આપ્યો કે આ ઘટના ટેક્સીવે પર બની હતી. જેના કારણે પ્લેનમાંથી 148 મુસાફરો અને પાંચ ક્રૂ સભ્યોને બહાર કાઢવામાં આવ્યા હતા.

પ્લેનની અંદર બેઠેલા મુસાફરે પોતાની અગ્નિપરીક્ષા સંભળાવી

પ્લેનની અંદર બેઠેલા એક પેસેન્જરે આ ઘટનાનો વીડિયો બનાવ્યો હતો. જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ દરમિયાન મુસાફરે ઘટનાની વિગતો પણ આપી હતી. મને મારી બારી પર કંઈક લાગ્યું. મેં જોયું તો એન્જિનમાં આગ લાગી હતી અને ધુમાડો નીકળી રહ્યો હતો. તેમણે કહ્યું કે આ ઘટનાને કારણે FAA એ અસ્થાયી રૂપે એરપોર્ટ પર ઓપરેશન અટકાવવું પડ્યું હતું. જેમાં બપોરે 2:45 વાગ્યે નિયમિત કામગીરી ફરી શરૂ થઈ.

ઈજા થયા હોવાના કોઈ અહેવાલ નથી

યુનાઈટેડ એરલાઈન્સે જણાવ્યું હતું કે કોઈને ઈજા થયા હોવાના કોઈ અહેવાલ નથી. એન્જિનની સમસ્યાઓ તરત જ દૂર કરવામાં આવી હતી. એરલાઈને કહ્યું, “અમે મુસાફરો માટે વૈકલ્પિક મુસાફરીની વ્યવસ્થા કરવા પર કામ કરી રહ્યા છીએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button