ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

ગાઝામાં 5 લાખથી વધુ લોકો ભૂખમરાની સ્થિતિમાં, ઇઝરાયલે માનવીયસહાય અટકાવી

ન્યુયોર્ક: વિશ્વ સમુદાય અને યુનાઇટેડ નેશન્સ(United Nations)એ વારંવાર ‘યુદ્ધ વિરામ’ની આપીલ કરી હોવા છતાં ઈઝરાયલ(Israel) ગાઝા(Gaza) પર સતત હુમલા કરી રહ્યું છે, ઉપરાંત ગાઝામાં પહોંચતી માનવ સહાય પણ રોકી દેવામાં આવી છે. જેના કારણે ગાઝામાં ગંભીર માનવીય સંકટ ઉભું થયું છે, લોકો આને હોલોકોસ્ટ ત્રાસદી સાથે સરખાવી રહ્યા છે.

ઉત્તર ગાઝામાં ખોરાકની અછત છે, લોકો ભૂખમરાથી પીડાઈ રહ્યા છે. અહેવાલો મુજબ, 23 જાન્યુઆરીથી કોઈ માનવીય સહાય ઉત્તર ગાઝાના લોકો સુધી પહોંચી શકી નથી, મંગળવારે વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ દ્વારા ચેતવણી જાહેર કરવામાં આવી હતી. માનવીય સહાય સાથે UNના ટ્રક બોર્ડર પર તૈયાર છે, પણ ઇઝરાયલ તેને ગાઝામાં પ્રવેસવા મંજુરી નથી આપી રહ્યું. યુએનની રીલીફ એજન્સી ગાઝા પટ્ટી ઇઝરાયલે સર્જેલી ગંભીર માનવતાવાદી કટોકટીને પહોંચી વળવા સતત સંઘર્ષ કરી રહી છે. તેમણે લોકોને હાકલ કરી હતી કે તેઓ પેલેસ્ટિનિયનોને મદદ કરે.
વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ(WFP)ના ડેપ્યુટી એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર કાર્લ શાઈએ યુએન સિક્યુરિટી કાઉન્સિલને જણાવ્યું હતું કે, “જો સ્થિતિ બદલાશે નહીં, તો ઉત્તર ગાઝા દુકાળ સ્થિતિની નજીક છે.”


જ્યારે યુએન માનવતાવાદી કાર્યાલય(OCHA)ના રમેશ રાજસિંઘમે સામૂહિક ભૂખમરાની ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે ગાઝામાં લગભગ 5,76,000 લોકો એટલે કે વસ્તીના એક ચતુર્થાંશ લોકો, ભૂખમરાથી એક પગલું દૂર છે. ઉત્તરી ગાઝામાં બે વર્ષથી ઓછી ઉંમરના છમાંથી એક બાળક ગંભીર કુપોષણથી પીડાય છે.

યુએન ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન (FAO) ના ડેપ્યુટી ડાયરેક્ટર-જનરલ મૌરિઝિયો માર્ટિનાએ ચેતવણી આપી હતી કે ગાઝામાં લગભગ 97 ટકા ભૂગર્ભજળ પીવાલાયક નથી. દરમિયાન, યુએન સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસના પ્રવક્તાએ મંગળવારે કહ્યું કે સહાય તૈયાર છે અને સરહદ પાર જવાની રાહ જોઈ રરહ્યા છીએ.

ઈઝરાયેલના અધિકારીઓએ તાજેતરમાં ઉત્તરી ગાઝામાં કોઈપણ પ્રકારની સહાય મોકલવાનો ઈન્કાર કર્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર, ગાઝામાં સહાય મોકલવાની છેલ્લી પરવાનગી 23 જાન્યુઆરીએ આપવામાં આવી હતી. UNRWA ના વડાએ ગયા અઠવાડિયે કહ્યું હતું કે પરિસ્થિતિ “બ્રેકીંગ પોઈન્ટ” પર છે કારણ કે સહાય મોકલનારાઓએ ફંડિંગ રોકી દીધું છે. ઇઝરાયેલ સહાય એજન્સીને નષ્ટ કરવા દબાણ કરી રહ્યું છે અને માનવતાવાદી જરૂરિયાતો વધી રહી છે. અન્ય એજન્સીઓએ કહ્યું કે સુરક્ષા પરિષદે આના પર કાર્યવાહી કરવી જોઈએ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?