ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

UN ઈઝરાયેલ અને હમાસને બ્લેકલિસ્ટ કરશે, બાળકો પર હુમલાને લઇને ભર્યું પગલું  

વોશિંગ્ટન : સંયુક્ત રાષ્ટ્રએ(UN)ઈઝરાયેલ( Isarael)અને આતંકી સંગઠન હમાસને બ્લેકલિસ્ટ કરવાનો નિર્ણય લીધો છે. જેના કારણે ઈઝરાયેલની ચિંતા વધી છે. યુનાઈટેડ નેશન્સે(UN)ગાઝામાં બાળકો વિરુદ્ધ થઈ રહેલા હુમલાને લઈને ઈઝરાયેલ અને હમાસ વિરુદ્ધ આ પગલું ભરવાનો નિર્ણય કર્યો છે. યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસ સુરક્ષા પરિષદને તેમના આગામી વાર્ષિક અહેવાલમાં ઇઝરાયેલ અને હમાસને સશસ્ત્ર સંઘર્ષમાં બાળકોના અધિકારો અને સંરક્ષણના ઉલ્લંઘનકર્તા તરીકે સૂચિબદ્ધ કરશે તેવી માહિતી આપી છે.

ઇઝરાયેલના એમ્બેસેડર ગિલાડ એર્ડનને ફોન કરીને જાણ કરી

ગત વર્ષના અહેવાલની રજૂઆત મુજબ, બાળકોની હત્યા અને અપંગતા,શાળાઓ, હોસ્પિટલો પર હુમલા માં સંડોવણી માટે ઇઝરાયેલ અને હમાસને સૂચિબદ્ધ કરવામાં આવ્યા છે. યુએનના પ્રવક્તા સ્ટીફન ડુજારિકે પત્રકારોને જણાવ્યું હતું કે, સેક્રેટરી-જનરલ ગુટેરેસના કાર્યાલયના વડા, કુર્ટનેય રાટ્રેએ શુક્રવારે ઇઝરાયેલના યુએન એમ્બેસેડર ગિલાડ એર્ડનને ફોન કરીને જાણ કરી હતી.જ્યારે અહેવાલ આવતા અઠવાડિયે કાઉન્સિલને મોકલવામાં આવશે ત્યારે ઇઝરાયેલને સૂચિમાં સામેલ કરવામાં આવશે.

Read This…Space માં ત્રીજી વાર પહોંચ્યા ભારતીય મૂળના Sunita Williams, બનાવ્યો રેકોર્ડ

ઇઝરાયેલ સાથે હમાસ પર પણ પ્રહાર

યુનાઈટેડ નેશન્સે બાળકો વિરુદ્ધ હુમલા કરવા બદલ ઈઝરાયલ તેમજ હમાસની ટીકા કરી છે. હમાસે ઘણા બાળકોની નિર્દયતાથી હત્યા પણ કરી છે. જ્યારે ગાઝાએ  હવાઈ હુમલામાં મોટી સંખ્યામાં પેલેસ્ટિનિયન બાળકો માર્યા ગયા છે. આ માટે ઈઝરાયેલ જવાબદાર છે. તેથી ઈઝરાયેલની સાથે હમાસ અને પેલેસ્ટિનિયન ઈસ્લામિક જેહાદને પણ લિસ્ટ કરવામાં આવી રહ્યું છે. યુએનના આ નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરતા, ઇઝરાયેલે સમાચાર સંસ્થાઓને એક વીડિયો મોકલ્યો હતો. જેમાં એડર્ન કથિત રીતે રેટ્રે સાથે વાત કરતા અને તેને ઠપકો આપતા જોવા મળે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે… Waterproof મેકઅપ આ રીતે કરો