ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં, તમામ દેશો બે છાવણીમાં વહેંચાયેલા જણાય છે. એક તરફ એવા દેશો છે જે હમાસને સમર્થન આપી રહ્યા છે. બીજી તરફ એવા દેશો છે જે ઈઝરાયલના સમર્થનમાં છે. હવે આ બધાની વચ્ચે યુનાઈટેડ નેશન્સે આવું નિવેદન આપ્યું છે, જે બાદ ઈઝરાયલે યુએન ચીફના રાજીનામાની માંગ કરી છે.
સંયુક્ત રાષ્ટ્રમાં ઇઝરાયલના રાજદૂત ગિલાદ એર્ડને 7 ઓક્ટોબરે હમાસ દ્વારા કરવામાં આવેલા આતંકવાદી હુમલા બાદ યુએનના સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસના રાજીનામાની માંગ કરી હતી. યુએન ચીફ ગુટેરેસે કહ્યું કે હમાસે કોઈ કારણ વગર તો ઈઝરાયલ પર હુમલો નહીં કર્યો હોય. મતલબ કે હમાસના ઇઝરાયલ પરના હુમલાનું કોઇ કારણ તો હશે જ. આ બાબત પર ઈઝરાયલ ગુસ્સે થઈ ગયું હતું અને વિદેશ મંત્રી એર્ડને કહ્યું હતું કે જે વ્યક્તિ બાળકો, મહિલાઓ અને વૃદ્ધોની સામૂહિક હત્યાની પીડા ના સમજી શકે, લોકોનું દર્દ જોઇને જેમના દિલમાં દુઃખના ભાવ ના જાગે તેણે સંયુક્ત રાષ્ટ્રનું નેતૃત્વ ન કરવું જોઈએ.
ગાઝામાં ઈઝરાયલના હુમલા અંગે યુએન ચીફ એન્ટોનિયો ગુટેરેસના નિવેદનની ઈઝરાયલે આકરી ટીકા કરી હતી. ઇઝરાયલના વિદેશ પ્રધાન એલી કોહેને સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ પર ઉગ્ર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું, ‘હું સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવને નહીં મળું. 7 ઓક્ટોબરના હત્યાકાંડ પછી સંતુલિત અભિગમ માટે કોઈ અવકાશ નથી. હમાસને પૃથ્વીના ચહેરા પરથી જ ભૂંસી નાખવો જોઈએ.
IDFએ મંગળવારે હમાસના 3 કમાન્ડરોને હવાઈ હુમલામાં મારી નાખ્યા હતા. એરસ્ટ્રાઈકમાં ડેપ્યુટી કમાન્ડર આબેદ અલરહમાન, ડેપ્યુટી કમાન્ડર ખલીલ મહજાઝ અને નુજીરત બટાલિયનના ડેપ્યુટી કમાન્ડર ખલીલ તેથારી માર્યા ગયા છે. આ આતંકવાદી અલ્રહમાન કિબુત્ઝ પર થયેલા હુમલામાં સામેલ હતો.
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે