યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ અમેરિકા પાસે મદદ માંગી, યુદ્ધ વિરામની શક્યતા નહિવત...
Top Newsઇન્ટરનેશનલ

યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ અમેરિકા પાસે મદદ માંગી, યુદ્ધ વિરામની શક્યતા નહિવત…

લંડન : રશિયા અને યુક્રેન વચ્ચે હજુ પણ યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યારે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ અમેરિકા પાસે મદદ માંગી છે. ઝેલેન્સકીએ રશિયાની બે ઓઈલ કંપનીઓ પર પ્રતિબંધ લાગુ કરવા ઉપરાંત તેનો વિસ્તાર પણ કરે અને લાંબા અંતરની મિસાઈલોની માંગ કરી છે. અમેરિકાએ હાલમાં જ રશિયાની બે સૌથી મોટી ઓઈલ કંપનીઓ રોસનેફ્ટ અને લૂકોઈલ પર પ્રતિબંધ લગાવ્યો છે.

ઝેલેન્સકીએ લંડન યુરોપિયન નેતાઓ સાથેની બેઠકમાં હાજરી આપી

ઝેલેન્સકીએ લંડનમાં જણાવ્યું હતું કે તેમણે યુરોપિયન નેતાઓ સાથેની બેઠકમાં હાજરી આપી હતી. તેના એક દિવસ પહેલા યુરોપિયન નેતાઓએ યુક્રેનને ખાતરી આપી હતી કે જો રશિયા સાથેનો યુદ્ધવિરામ અમલમાં આવશે તો યુરોપિયન દેશો ભવિષ્યમાં રશિયન હુમલાઓથી યુક્રેનને બચાવવા માટે લશ્કરી સહાય પૂરી પાડશે.

રશિયાએ યુક્રેન પાસે અવાસ્તવિક માંગણીઓ કરી

ઝેલેન્સકી સાથેની વાતચીત બાદ બ્રિટિશ વડા પ્રધાન સ્ટાર્મરે કહ્યું, પુતિને ફરી એકવાર વાતચીતની તકને નકારી કાઢી છે અને યુક્રેન પાસે અવાસ્તવિક માંગણીઓ કરી છે. આ સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. આ દરમિયાન નાટોના વડા માર્ક રુટેએ કહ્યું કે પુતિન હવે નાણા સૈનિકોની અછત અનુભવી રહ્યા છે.

ડોનાલ્ડ ટ્રમ્પ અને પુતિન વચ્ચે બેઠક મુલતવી રહેતા યુદ્ધ વિરામ પર પ્રશ્નાર્થ

ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પુતિન વચ્ચે હંગેરીના બુડાપેસ્ટમાં બેઠક યોજાવાની હતી. જે મુલતવી રાખવામાં આવી હતી. તેમજ ટ્રમ્પે કહ્યું કે તેવો હાલમાં પુતિન સાથે કોઈ મુલાકાત નહીં કરે કારણ કે તે સમયનો બગાડ હશે. રશિયા અત્યાર સુધી યુદ્ધવિરામ અથવા શાંતિ કરાર તરફ કોઈ નક્કર પગલાં લેવામાં નિષ્ફળ રહ્યું છે અને પશ્ચિમી પ્રતિબંધો છતાં નવા રસ્તાઓ શોધી રહ્યું છે.

આ પણ વાંચો…આ કારણે ઝેલેન્સકીએ ટ્રમ્પનો આભાર માન્યો! કહ્યું કોઈ પણ આક્રમકતાનો જવાબ આપવામાં આવશે

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button