અમેરિકન મિસાઈલ બાદ હવે યુક્રેને રશિયા પર બ્રિટિશ ક્રૂઝ મિસાઈલ છોડી, વિશ્વયુદ્ધનું જોખમ વધ્યું!
કિવ: યુક્રેને રશિયા પર અમેરિકન બનાવટની મિસાઈલ વડે હુમલો કરતા, રશિયા-યુક્રેન યુદ્ધે હવે નવો વળાંક (Russia-Ukraine war) લીધો છે. અમેરિકન હથિયારો બાદ હવે યુક્રેને બુધવારે બ્રિટિશ સ્ટોર્મ શેડો ક્રુઝ મિસાઈલ વડે રશિયા પર મોટો હુમલો કર્યો છે. આનાથી રશિયન રાષ્ટ્રપતિ પુતિન રોષે ભરાયા છે. યુક્રેનને રશિયા સામે પશ્ચિમી શસ્ત્રોનો ઉપયોગ કરવાની મંજૂરી આપીને, જો બાઈડેને ત્રીજા વિશ્વ યુદ્ધનું જોખમ વધાર્યું છે.
યુક્રેને બુધવારે રશિયા પર બ્રિટિશ ક્રૂઝ મિસાઈલોનો મારો ચલાવ્યો હતો. જો કે રશિયાએ તેમાંના મોટાભાગની મિસાઈલ તોડી પાડી હતી. યુક્રેને અમેરિકાની ATACMS મિસાઈલ વડે મોસ્કો પર હુમલાના 2 દિવસ બાદ જ યુક્રેને રશિયા પર આ હુમલો કરવામાં આવ્યો છે. અમેરિકન મિસાઈલ હુમલાના એક દિવસ બાદ બ્રિટનને પણ યુક્રેનમાં રશિયન ટાર્ગેટ પર તેની મિસાઈલોનો ઉપયોગ કરવાની પરવાનગી આપવામાં આવી છે.
Also Read – કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ થશે? એસ. જયશંકરે ચીનના વિદેશ મંત્રી સાથે કરી બેઠક
અમેરિકા અને બ્રિટનના આ પગલા બાદ યુક્રેન યુદ્ધ વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. ટેલિગ્રામ પર રશિયન પ્રવક્તાઓ દ્વારા હુમલાની વ્યાપકપણે જાણ કરવામાં આવી હતી. ટેલિગ્રામ પર પ્રો-રશિયન ટુ મેઝર્સ ચેનલે જણાવ્યું હતું કે યુક્રેને કુર્સ્ક પ્રદેશમાં 12 સ્ટોર્મ શેડો મિસાઈલ છોડ્યા હતા.
યુક્રેનના જનરલ સ્ટાફના પ્રવક્તાએ કહ્યું કે તેમની પાસે કોઈ માહિતી નથી. આ હુમલા પછી, મોસ્કોએ કહ્યું છે કે સરહદથી દૂર પશ્ચિમી દેશોના હથિયારો વડે રશિયન પ્રદેશ પર હુમલો સંઘર્ષને વધારી શકે છે.
યુક્રેન કહી રહ્યું છે કે તેને હવે યુદ્ધમાં રશિયન લક્ષ્યો પર હુમલો કરીને પોતાનો બચાવ કરવાની ક્ષમતાની જરૂર છે, આવતા અઠવાડિયે યુદ્ધના 1,000 દિવસો પુરા થશે.