યુક્રેને રશિયાને મોટો આંચકો આપ્યો, મહત્વપૂર્ણ ઇંધણ પાઇપલાઇન ઉડાવી દીધી

મોસ્કો : રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી યુદ્ધ ઉગ્ર બની રહ્યું છે. જેમાં યુક્રેનની સેનાએ રશિયાને મોટો ફટકો આપ્યો છે. યુક્રેને મોસ્કો નજીક રશિયાની સૌથી મહત્વપૂર્ણ ઇંધણ પાઇપલાઇન પર હુમલો કર્યો છે. જે રશિયાના સૈન્યને સપ્લાય કરે છે. આ દાવો એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે રશિયા યુક્રેનના ઊર્જા માળખા પર મોટા પાયે ડ્રોન અને મિસાઇલ હુમલાઓનું સતત અભિયાન ચલાવી રહ્યું છે.
રશિયાનો પોકરોવસ્કને કબજે કરવાનો પ્રયાસ
યુક્રેનની લશ્કરી ગુપ્તચર એજન્સીએ દાવો કર્યો હતો કે યુક્રેનિયન સૈન્યએ મોસ્કો ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ ઇંધણ પાઇપલાઇનને નિશાન બનાવી છે. આ દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું હતું કે રશિયાએ પૂર્વીય ડોનેટ્સક ક્ષેત્રમાં લગભગ 170,000 સૈનિકો તૈનાત કર્યા છે. જે પોકરોવસ્કને કબજે કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
આ પણ વાંચો : યુક્રેને રશિયાના 100 અબજ ડોલરના ક્રુડ-ગેસ ભંડાર ફૂંકી માર્યા
પાઈપલાઈનની લંબાઈ કુલ લંબાઈ આશરે 400 કિલોમીટર
સોશિયલ મીડિયા પરના એક નિવેદન મુજબ, શુક્રવારે મોડી રાત્રે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જયારે એક એજન્સીએ તેને રશિયાના લશ્કરી લોજિસ્ટિક્સ માટે ગંભીર ફટકો ગણાવ્યો હતો. કોલ્ટસેવોય પાઇપલાઇન જેને મોસ્કો રિંગ પાઇપલાઇન તરીકે પણ ઓળખવામાં આવે છે. તે રશિયામાં એક મહત્વપૂર્ણ તેલ ઉત્પાદન પાઇપલાઇન નેટવર્ક છે. તે ઉત્તરપશ્ચિમ રશિયામાં સ્થિત છે. જેની કુલ લંબાઈ આશરે 400 કિલોમીટર છે.
આ પણ વાંચો : રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે ઝેલેન્સકીનું મોટું નિવેદન, કહ્યું યુદ્ધ સમાપ્ત કરવાનો યોગ્ય સમય
ત્રણ ઇંધણ લાઇનનો નાશ થયો
જયારે યુક્રેનની સેનાએ કોલ્ટસેવોય પાઇપલાઇન પર હુમલો કર્યો છે. જે 400 કિલોમીટર સુધી ફેલાયેલી છે અને રાયઝાન, નિઝની નોવગોરોડ અને મોસ્કોમાં રિફાઇનરીઓમાંથી રશિયન સૈન્યને ગેસોલિન, ડીઝલ અને જેટ ઇંધણ સપ્લાય કરે છે. રામેન્સ્કી નજીકના માળખાને લક્ષ્ય બનાવતી આ કાર્યવાહીમાં ત્રણ ઇંધણ લાઇનનો નાશ થયો. આ પાઇપલાઇન વાર્ષિક 3 મિલિયન ટન જેટ ઇંધણ, 2.8 મિલિયન ટન ડીઝલ અને 1.6 મિલિયન ટન ગેસોલિનનું પરિવહન કરવામાં સક્ષમ છે.



