Climate Change Side Effect: બોલો, અહીં બીચ છે પણ સમુદ્ર જ નથી….

ગ્લોબલ વોર્મિંગ કહો કે ક્લાયમેટ ચેન્જ આખી દુનિયા આ સમસ્યાના સકંજામાં સપડાઈ ગઈ છે. પરંતુ વાત કરીએ બ્રિટનની તો બ્રિટનના કેમ્બ્રિજમાં સોમવારે 12મી ઓગસ્ટના દિવસે એટલે કે ગઈકાલે તાપમાન 34.8 ડિગ્રી પર પહોંચી ગયું હતું અને આ 2024માં નોંધાયેલું સૌથી અધિકતમ તાપમાન હતું. ગયા વર્ષે જુલાઈમાં અહીં 32 ડિગ્રી જેટલું તાપમાન જોવા મળ્યું હતું. સતત વધતી જઈ રહેલી ગરમીને કારણ સમુદ્ર પણ સૂકાઈ ગયો છે. અહીં બીચ છે, બીચ પર લોકો પણ છે પણ અહીં લોકો સમુદ્રના મોજાનો આનંદ નથી માણી શકતાં.
જોકે, આ પહેલાં 2022માં અહીં તાપમાન 40.3 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયો હતો. 13મી ઓગસ્ટ, 2022 બાદ પહેલી વખત અહીં પારો આટલો ઉંચે ગયો છે. બ્રિટનના સાઉથપોર્ટમાં સમુદ્ર અંદર જતો રહ્યો છે. બીચ પર પાણી જ નથી. લોકો બીચ પર તો છે, પણ સમુદ્રના મોજાઓનો આનંદ નથી લઈ શકતા.
હવામાન ખાતા દ્વારા આ બાબતે માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે 1961 પછી આ 11મુ વર્ષ છે જે જ્યારે તાપમાન આટલું ઊંચે ગયું હોય. 11 વર્ષમાંથી આઠ વર્ષ તો 2000 પછીના જ વર્ષમાં જોવા મળ્યા હતા અને બાકીના છેલ્લાં છ દાયકાઓમાં હતા. બ્રિટન અને યુરોપના લોકોને આટલી ગરમીની આદત નથી, એટલે તેમના માટે તો હીટવેવ છે.
આ પણ વાંચો : International Left Handers Day: આ ડાબોડીઓએ વિશ્વમાં ડંકો વગાડ્યો છે
હોસ્પિટલમાં લોકો ગરમી સંબંધિત અને બીમારીઓ અને સમસ્યાઓ લઈને પહોંચી રહ્યા છે. ગયા વર્ષે પણ યુરોપમાં કાળઝાળ ગરમી પડી હતી અને એ સમયે 47,000થી વધુ લોકોના મૃત્યુ થયા હતા. બાર્સિલોના ઈન્સ્ટિટ્યૂટ ફોર ગ્લોબલ હેલ્થ દ્વારા આ બાબતનો ખુલાસો કરવામાં આવ્યો હતો. સ્ટડીમાં વૈજ્ઞાનિકોએ અનુમાન લગાવ્યું હતું કે ગરમીને કારણે 60,000 લોકો ના મૃત્યુ થઈ ગયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લાં 20 વર્ષથી યુરોપમાં લોકો સતત વધતા તાપમાનની સમસ્યાનો સામનો કરી રહ્યા છે અને એમાં જ એડજસ્ટ થવાનો પ્રયાસ કરી રહ્યા છે