ઇન્ટરનેશનલ

UK general election: ઋષિ સુનકે બ્રિટનમાં ચૂંટણીની જાહેરાત કરી, આ તારીખે થશે મતદાન

લંડન: ભારતમાં લોકસભા ચૂંટણી પૂર્ણ થવા આવી છે, 4થી જુનના રોજ નવી સરકાર અંગે ચિત્ર સ્પષ્ટ થઇ જશે. એવામાં બ્રિટનમાં પણ રાષ્ટ્રીય ચૂંટણી(UK general election)ની જાહેરાત કરવામાં આવી છે. બ્રિટનના વડા પ્રધાન ઋષિ સુનક(PM Rishi SunaK)એ બુધવારે જાહેરાત કરી હતી કે યુકેમાં સામાન્ય ચૂંટણી 4 જુલાઈના રોજ યોજાશે.

મહિનાઓથી ચાલતી અટકળોનો અંત લાવતા સુનકે બુધવારે ડાઉનિંગ સ્ટ્રીટ ઓફિસની બહાર ધોધમાર વરસાદમાં ઉભા રહીને ચૂંટણી અંગે જાહેરાત કરી હતી, અપેક્ષા કરતાં કેટલાંક મહિના વહેલા ચૂંટણી યોજાશે. જાણકારોના મત મુજબ ઓપિનિયન પોલમાં લેબર પાર્ટી કરતા કન્ઝર્વેટીવ પાર્ટી ખૂબ પાછળ જણાઈ રહી છે, ત્યારે વહેલી ચૂંટણી સુનક અને પક્ષ માટે જોખમી સાબિત થઇ શકે છે.

ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે વડા પ્રધાન સુનકે તેમના કેબિનેટ પ્રધાનો સાથેની બેઠક કર્યા બાદ આ જાહેરાત કરવામાં આવી હતી.

ઋષિ સુનકે કહ્યું “અનિશ્ચિત સમયમાં સ્પષ્ટ યોજના અને બોલ્ડ એક્શન જરૂરી છે, આ સખત મહેનતથી મળેલી આર્થિક સ્થિરતાની શરૂઆત માત્ર છે, હવે પ્રશ્ન એ છે કે તમે, તમારા પરિવાર અને આપણા દેશ માટે પાયાને સુરક્ષિત ભવિષ્યમાં ફેરવવા માટે તમે કેવી રીતે અને કોના પર વિશ્વાસ કરો છો.”

ચૂંટણીની જાહેરાત થતા તેજ દરમિયાન વિદેશ પ્રધાન ડેવિડ કેમેરોને અલ્બેનિયાની તેમની મુલાકાત અચાનક સમાપ્ત કરી દીધી, જ્યારે સંરક્ષણ પ્રધાને વરિષ્ઠ પ્રધાનો સાથેની કેબિનેટ બેઠકમાં ભાગ લેવા માટે વિદેશ પ્રવાસ મોકૂફ રાખ્યો હતો.

2016માં બ્રેક્ઝિટ રેફરન્ડમ પછી બ્રિટનમાં ત્રીજી ચૂંટણી હશે. સુનક કોસ્ટ-ઓફ-લીવિંગ વધારાથી પ્રભાવિત મતદારોને આકર્ષવા માટે સુધરેલા આર્થિક ડેટાનો લાભ લેવાનો પ્રયાસ કરશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button