ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

UK General Election 2024: ઋષિ સુનકની હાર નક્કી! શું 14 વર્ષ પછી બ્રિટનમાં સત્તા પરિવર્તન થશે?

બ્રિટનમાં આજે સામાન્ય ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. ચૂંટણીમાં લાખો લોકો મતદાન કરવા જઈ રહ્યા છે, આ ચૂંટણીઓ બ્રિટિશ રાજકારણને નવો આકાર આપી શકે છે. કન્ઝર્વેટિવ પાર્ટી છેલ્લા 14 વર્ષથી બ્રિટનમાં શાસન કરી રહી છે. હવે 14 વર્ષ બાદ આશા છે કે લેબર પાર્ટી નવી સરકાર બનાવી શકે છે. બ્રિટનના મતદાન મથકો સવારે 7 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લા છે. ચૂંટણીમાં આશરે 46 મિલિયન મતદારો લગભગ 40 હજાર મતદાન કેન્દ્ર પર મતદાન કરશે. આ વર્ષની યુકે ચૂંટણી માટેના ઓપિનિયન પોલ્સ સૂચવે છે કે મધ્ય-ડાબેરી લેબર પાર્ટી ગુરુવારની ચૂંટણીમાં ઐતિહાસિક જીત માટે તૈયાર છે. આનાથી સંભવતઃ 14 વર્ષના કન્ઝર્વેટિવ શાસનનો અંત આવશે.

બ્રિટનમાં સરકાર બનાવવા માટે કોઈપણ પક્ષને 326 બેઠકો જીતવી પડશે, તેથી મતદાન અનુસાર કીર સ્ટારમરના નેતૃત્વવાળી લેબર પાર્ટીને 400થી વધુ બેઠકો મળવાની ધારણા છે. જો આમ થશે તો 14 વર્ષથી સત્તામાં રહેલી કન્ઝર્વેટિવ પાર્ટીનું ભવિષ્ય બદલાઈ શકે છે. લેબર અને કન્ઝર્વેટિવ પાર્ટી ઉપરાંત લિબરલ ડેમોક્રેટિક પાર્ટી, ગ્રીન પાર્ટી અને યુકે રિફોર્મ પણ ચૂંટણી મેદાનમાં છે. વોટિંગ પોલ્સ અનુસાર, લેબર પાર્ટીને 1997માં 400થી વધુ સીટો મળી હતી અને લેબર પાર્ટીના નેતા ટોની બ્લેર 418 બેઠકો જીત્યા હતા. હવે ફરી એકવાર લેબર પાર્ટી જીતી જશે એમ ઓપિનિયન પોલ્સમાં જણાવવામાં આવ્યું છે.

બ્રિટનના ભારતીય મૂળના પ્રથમ વડા પ્રધાન ઋષિ સુનકે છેલ્લી ઘડીએ બ્રિટનના લોકોને લેબર પાર્ટીને સંભવિત બહુમતીથી રોકવાની અપીલ કરી હતી અને જણાવ્યું હતું કે લેબર પાર્ટી સત્તામાં આવશે તો ટેક્સમાં વધારો થશે. જોકે, સ્ટારમરે કન્ઝર્વેટિવ પાર્ટીની ચેતવણીના આક્ષેપોને ફગાવી દેતા ઋષિ સુનક પર લોકોને મતદાન કરવાથી નિરૂત્સાહ કરવાનો આરોપ લગાવ્યો હતો.

એમ પણ જાણવા મળ્યું છે કે સુનક તેમના મતદાર ક્ષેત્રમાંથી ચૂંટણી પણ હારી શકે છે. 2019માં તેમણે 27 હજાર વોટથઈ જીત મેળવી હતી, પણ આ વખતે તેમની કડી ટક્કર મળી રહી હોવાનું જાણવા મળ્યું છે. 2019માં બોરિસ જોન્સનની કન્ઝર્વેટિવ પાર્ટીએ 365 સીટજીતી હતી અને લેબર પાર્ટીએ 202 સીટજીતી હતી. આઠ વર્ષમાં પાંચ અલગ અલગ વડા પ્રધાન આવ્યા બાદ ઋષિ સુનકને આંતરિક કલહ અને મતદારોના ગુસ્સાનો સામનો કરવો પડી રહ્યો છે.

બ્રિટનની ચૂંટણીમાં એગર કોઇ એક પાર્ટીને સ્પષ્ટ બહુમતી નહીં મળે તો હંગ પાર્લામેન્ટ બનશે. આ સ્થિતિમાં જે પક્ષને સૌથી વધારે સીટ મળી હોય કે પક્ષ સરકાર બનાવી શકે છે, પણ કાયદા બનાવતા પહેલા એને બીજા પક્ષના સમર્થનની જરૂર પડે છે, કારણ કે અલ્પમન સરકાર કોઇ પણ કાયદા નથી બનાવી શકતી. આ ઉપરાંત કોઇ પણ પક્ષને સંપૂર્ણ બહુમતી ના મળે તો ગઠબંધન સરકાર બની શકે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા