ઇન્ટરનેશનલ

UAEનો વિશ્વનો સૌથી ‘Strongest Passport’ ધરાવતો દેશ બન્યો, ભારત અને પાકિસ્તાનનું રેન્કિંગ આ પ્રમાણે

નવી દિલ્હી: સંયુક્ત આરબ અમીરાતનો પાસપોર્ટ વિશ્વનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ બની ગયો છે. આર્ટન કેપિટન નામની એક કંપની જેને 2024ના શરૂઆતના ત્રણ મહિના માટે પાસપોર્ટની મજબૂતાઈને રેન્ક આપે છે. તેણે 2024 માટે યાદી બહાર પાડી છે. જેમાં UAE પાસપોર્ટને વિશ્વનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ ગણાવ્યો છે. આ યાદીમાં ભારત અને તેના પાડોશી દેશ પાકિસ્તાનનો પણ સમાવેશ થાય છે. આમાં પાકિસ્તાની પાસપોર્ટ સૌથી ખરાબ રેન્કિંગ ધરાવે છે અને તેને વિશ્વના સૌથી ઓછા શક્તિશાળી પાસપોર્ટની યાદીમાં સામેલ કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે આર્ટન કેપિટલ વૈશ્વિક નાગરિકતાની નાણાકીય સલાહકાર ફર્મ છે. જે દર ત્રણ મહિને વિશ્વભરના પાસપોર્ટનું રેન્કિંગ બહાર પાડે છે. ફર્મે 2024ના પ્રથમ ક્વાર્ટર માટે પાસપોર્ટ ઈન્ડેક્સ જાહેર કર્યો છે. જેમાં સંયુક્ત આરબ અમીરાતના પાસપોર્ટને નંબર વન પર રાખવામાં આવ્યો છે, એટલે કે યુએઈના પાસપોર્ટને વિશ્વનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ માનવામાં આવ્યો છે.


આ કંપનીએ યુએઈ પાસપોર્ટનો મોબિલિટી સ્કોર 180 આપ્યો છે. આથી યુએઈ પાસપોર્ટ ધરાવતા લોકો 130 દેશોમાં વિઝા વગર મુસાફરી કરી શકે છે. તેમજ તેઓ વિશ્વના 50 દેશોમાં જઈ શકે છે જ્યાં વિઝા ઓન અરાઈવલની સુવિધા ઉપલબ્ધ છે.

એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે આર્ટન કેપિટલે યુએઈને વિશ્વનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ ગણાવ્યો છે અને એમ પણ કહ્યું છે કે યુએઈએ સકારાત્મક કૂટનીતિ અપનાવી છે. જેણે પોતાના પાસપોર્ટને મજબૂત બનાવવાનું કામ કર્યું છે.


વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટની યાદીમાં 10 યુરોપિયન દેશોના નામ બીજા અને ત્રીજા સ્થાને છે. આ રેન્કિંગમાં જર્મની, સ્પેન, ફ્રાન્સ, ઈટાલી અને નેધરલેન્ડ સહિત ઘણા દેશોના નામ સામેલ છે. જેનો મોબિલિટી સ્કોર 178 પોઈન્ટ છે. એટલે કે આ દેશોના પાસપોર્ટ ધારકો વિશ્વના 178 દેશોમાં પ્રવાસ કરી શકશે. જ્યારે સ્વીડન, ફિનલેન્ડ, લક્ઝમબર્ગ, ઓસ્ટ્રિયા અને સ્વિટ્ઝરલેન્ડ આ યાદીમાં ત્રીજા સ્થાને છે. આ દેશ 177ના મોબિલિટી સ્કોર સાથે ત્રીજા સ્થાને છે.


આર્ટન કેપિટલ પાસપોર્ટ ઈન્ડેક્સમાં ભારતના પાસપોર્ટને વિશ્વના 66મા સૌથી શક્તિશાળી પાસપોર્ટ તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. ભારતીય પાસપોર્ટનો મોબિલિટી સ્કોર 77 છે, જેનો અર્થ છે કે ભારતના લોકો તેમના પાસપોર્ટ સાથે 77 દેશોમાં મુસાફરી કરી શકે છે. ત્યારે પાકિસ્તાન આ યાદીમાં સૌથી નીચે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button