ઇન્ટરનેશનલ

હમાસ-ઇઝરાયેલ યુદ્ધ: યુએઇના રાષ્ટ્રપતિએ પેલેસ્ટાઇનના નાગરિકોને 2 કરોડ ડોલર આપવાની કરી જાહેરાત

હમાસે ઇઝરાયેલ પર કરેલા હુમલા બાદ ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન બંને દેશો વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે આ લડાઇમાં દુનિયાભરના દેશો સમર્થન આપવા અંગે વહેચાઇ ગયા છે. મોટાભાગના પશ્ચિમી દેશો ઇઝરાયેલને સમર્થન આપી રહ્યા છે જ્યારે ઇસ્લામિક દેશો પેલેસ્ટાઇનના પક્ષમાં છે. સાઉદી અરેબિયા સતત આંતરરાષ્ટ્રીય સ્તરે આ અંગે વાતચીત કરી રહ્યું છે જ્યારે ઇજીપ્તએ પેલેસ્ટાઇનને સહાય આપવાની જાહેરાત કરી છે.

યુએઇના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાનએ પેલેસ્ટાઇનના નાગરિકો માટે 2 કરોડ ડોલરની સહાયની જાહેરાત કરી છે. નજીકના ભવિષ્યમાં સંયુક્ત રાષ્ટ્રોની બચાવ કાર્ય એજન્સી દ્વારા આ ફંડ પેલેસ્ટાઇનને આપવામાં આવશે. આ સહાયનો હેતુ હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા પેલેસ્ટાઇનના જરૂરિયાતમંદ લોકોને તાત્કાલિક રાહત અને સહાયતા આપવાનો છે. જો કે યુદ્ધ અંગે પ્રતિક્રિયા આપતા યુએઇએ ઇઝરાયેલ પર હમાસે કરેલા હુમલાની નિંદા કરી હતી.


સાઉદી અરેબિયા ઇસ્લામિક રાષ્ટ્રોનું વર્ષોથી નેતૃત્વ કરતા આવ્યા છે. હમાસ અને ઇઝરાયેલ વચ્ચેના જંગને પગલે સાઉદીમાં પણ ખળભળાટ જોવા મળી રહ્યો છે. સાઉદી અરેબિયાએ 57 મુસ્લીમ દેશોના સંગઠન OICની ઇમરજન્સી બેઠક બોલાવવાની માગ કરી છે.


સાઉદીના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિ મોહમ્મદ અબ્બાસ સાથે ફોન પર વાતચીત કરી હતી. આ વાતચીતમાં ક્રાઉન પ્રિન્સે જણાવ્યું હતું કે સાઉદી અરેબિયા પેલેસ્ટાઇનના લોકોના અધિકાર, ન્યાય અને શાંતિ માટે હંમેશા તેને ટેકો આપશે ઉપરાંત તેમણે આ મુદ્દાનો યોગ્ય ઉકેલ શોધવાની જરૂર છે તેમ પણ જણાવ્યું હતું.


ક્રાઉન પ્રિન્સે ઇજિપ્તના રાષ્ટ્રપતિ અલ સીસી સાથે પણ ચર્ચા કરી હતી અને બંને દેશોએ ગાઝા અને તેની આસપાસના ક્ષેત્રોમાં તણાવ રોકવાના પ્રયાસો અંગે સહમતિ વ્યક્ત કરી હતી. યુદ્ધ અંગે સાઉદી અરેબિયાના મંત્રીઓની કેબિનેટ બેઠકમાં પણ ચર્ચા થઇ હતી જેમાં સાઉદીના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને અન્ય આંતરરાષ્ટ્રીય નેતાઓ સાથે પણ ચર્ચા કરી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વૃદ્ધ થતાં આવા દેખાશે આ Bollywood Celebs, Salman Khanને જોઈને તો… Shloka Mehtaનો એ ખાસ ડ્રેસ કે જેનું સુશાંત સિંહ રાજપૂત સાથે છે કનેક્શન… સોનાક્ષી- ઝહિર પહેલા આ ફિલ્મ સ્ટાર્સ કરી ચૂક્યા છે inter caste marriage વડા પાવ વેચીને બની ગઈ સ્ટાર, એક દિવસની કમાણી જાણશો તો…