ભારત વિરુદ્ધ પાકિસ્તાનનો સાથ આપનારા તુર્કીને ચૂકવવી પડશે મોટી કિંમત, સફરજનની ખરીદી બંધ, પ્રવાસી બુકિંગ રદ

નવી દિલ્હી : ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન પાકિસ્તાનને મદદ કરનારા તુર્કી વિરુદ્ધ હવે ભારતીયોએ મોરચો ખોલી દીધો છે. જેમાં હાલ દેશના સોશિયલ મીડિયા પર બાન તુર્કી અભિયાન ચાલી રહ્યું છે. જેની બાદ દેશના અલગ અલગ રાજ્યોમાં વેપારીઓ અને પ્રવાસીઓ બુકિંગ રદ કરીને તુર્કીને પાઠ ભણાવી રહ્યા છે.
તુર્કીથી આવતા સફરજનની ખરીદી બંધ
જેમાં મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રના પુનામાં સફરજનના વેપારીઓએ તુર્કીથી આવતા સફરજનની ખરીદી બંધ કરી દીધી છે. આ બજારમાં હવે તુર્કીને બદલે ભારતીય વેપારીઓ હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઈરાન જેવા અન્ય સ્થળોએથી સફરજન ખરીદી રહ્યા છે. સામાન્ય રીતે તુર્કીના સફરજનનું ટર્નઓવર એક સીઝનમાં અંદાજે રૂપિયા 2000 કરોડની આસપાસ હોય છે. વેપારીઓનું કહેવું છે કે આ પગલું દેશની સેના અને ભારત સરકાર સાથે એકતાનો અમારો સંદેશ છે.
ગુજરાતમાંથી પ્રવાસીઓના મોટા ગ્રુપે પણ તુર્કીનો પ્રવાસ રદ કર્યો
આ ઉપરાંત તુર્કી ભારતીય પ્રવાસીઓ માટે મનપસંદ રજા સ્થળોમાંનું એક હતું. પરંતુ હવે તુર્કી માટે કરવામાં આવેલા બુકિંગ એક પછી એક રદ થઈ રહ્યા છે. એક ટ્રાવેલ કંપનીએ આપી હતી કે તેણે અઝરબૈજાન, તુર્કી અને ઉઝબેકિસ્તાન માટે તેના તમામ બુકિંગ રદ કર્યા છે.જ્યારે મળતી માહિતી મુજબ ગુજરાતમાંથી પ્રવાસીઓના મોટા ગ્રુપે પણ તુર્કીનો પ્રવાસ રદ કર્યો છે.
આપણ વાંચો: 20 દિવસ પાકિસ્તાનની કસ્ટડી રહ્યા બાદ BSF જવાન ભારત પરત ફર્યો