હમાસના પોલિટિકલ બ્યુરોના વડા ઈસ્માઈલ હાનિયાને તુર્કીએ આપ્યો જોરદાર જટકો…
ઈઝરાયલ અને હમાસ યુદ્ધ વચ્ચે તુર્કીએ હમાસના રાજકીય બ્યુરોના વડાને દેશ છોડવા માટે કહી દીધું છે. હમાસના પોલિટિકલ બ્યુરોના વડા ઈસ્માઈલ હાનિયા અને અન્ય લોકોને તુર્કી છોડવા માટે કહેવામાં આવ્યું છે. જો કે અત્યાર સુધી એવી જ વાત જાણવા મળી હતી કે ઈસ્માઈલ હાનિયા કતારમાં છે.
તે ઘણા લાંબા સમયથી પરિવાર સાથે કતારના દોહામાં રહે છે. પરંતુ હવે દાવો કરવામાં આવી રહ્યો છે કે તે તુર્કીમાં છે. 7 ઓક્ટોબરના રોજ ઇઝરાયલ પર જ્યારે હમાસે હુમલો કર્યો તે સમયે ઇસ્માઇલ તુર્કીમાં હતો.
ઈસ્માઈલ હાનિયા હમાસના વડા છે. ગાઝા પટ્ટીના એક શરણાર્થી શિબિરમાં 29 જાન્યુઆરી 1962ના રોજ જન્મેલા હાનિયા પોતાના અભ્યાસ કાળ દરમિયાન જ હમાસમાં જોડાયા હતા. ઘણા વર્ષો પહેલા તે ગાઝા પટ્ટીથી ભાગીને કતાર આવેલા હાનિયા 2006માં પેલેસ્ટાઈનના વડા પ્રધાન બન્યા હતા. 7 ઓક્ટોબરે ઈઝરાયલ પર હુમલા પહેલા હાનિયાએ કહ્યું હતું કે અમે હવે અમારા લોકો પર થઈ રહેલા અત્યાચારો અને પશ્ચિમી સમર્થનને લઈને બધું જ ખતમ કરવાનો નિર્ણય લીધો છે.
ખાસ બાબત એ છે કે પેલેસ્ટાઈનનું ઈસ્લામિક ઉગ્રવાદી સંગઠન છે. તેની રચના 1987માં થઈ હતી. અને ઈસ્માઈલ હાનિયા તેના લીડર છે. ઈઝરાયલ ઉપરાંત અમેરિકા સહિત અનેક દેશોએ હમાસને આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે. 2007થી ગાઝા પટ્ટી પર હમાસનું વર્ચસ્વ છે. હમાસ લાંબા સમયથી ઈઝરાયલ પર હુમલા કરી રહ્યું છે. અને આ બધા વચ્ચે ઈરાન હમાસને સૌથી વધુ સમર્થન આપે છે. હમાસને મોટાભાગનું ભંડોળ ઈરાનમાંથી મળે છે.