તુર્કીયેમાં 6.1 ની તીવ્રતાનો ભૂકંપ, એકનું મોત, બિલ્ડીંગો પત્તાના મહેલની માફફ ઘરાશાયી

બાલિકેસિર: તુર્કીયેના બાલિકેસિરમાં રવિવારે 6.1 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપથી બાલિકેસિરમાં ભારે તબાહી મચી છે. જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે અનેક બિલ્ડિંગો પત્તાના મહેલની માફફ ઘરાશાયી થઈ છે. તુર્કીયેના ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે ભૂકંપના કેન્દ્ર સિંદિર્ગી શહેર હતું. જ્યાં બિલ્ડીંગના કાટમાળમાંથી એક 81 વર્ષીય મહિલાનો મૃત દેહ મળ્યો હતો.
ભૂકંપના આંચકા ઈસ્તાંબુલ સુધી અનુભવાયા
તેમણે વધુમાં જણાવ્યું કે ભૂકંપના આંચકાના લીધે 16 બિલ્ડીંગ ઘરાશાયી થઈ છે તેમજ 29 લોકો ઘાયલ થયા છે. તુર્કીયેના ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીએ જણાવ્યું કે ભૂકંપ સ્થાનિક સમય અનુસાર લગભગ 19. 53 વાગ્યે આવ્યો હતો. આ ઉપરાંત ભૂકંપના આંચકા ઈસ્તાંબુલ સુધી અનુભવાયા હતા.
બિલ્ડીગો સંપૂર્ણપણે ધરાશાયી
ગૃહમંત્રીએ કહ્યું કે ગંભીર નુકસાન કે જાનહાનિના અન્ય કોઈ સંકેતો નથી. તેમજ શોધ અને બચાવ કામગીરી હવે સમાપ્ત થઈ ગઈ છે. જો કે, સિંદિર્ગીના ફોટામાં મોટી બિલ્ડીગો સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગઈ છે. તેમજ કાટમાળના વિશાળ ઢગલા જોવા મળી રહ્યા છે.
આ અંગે રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને કહ્યું હતું કે તમામ રાહત પ્રયાસો પર નજર રાખવામાં આવી રહી છે. તેમજ
ભૂકંપના તમામ અસરગ્રસ્તોને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી હતી.
આ પણ વાંચો…ધોળાવીરા પાસે ૩.૭ની તીવ્રતાનો ભૂકંપનો શક્તિશાળી આંચકો અનુભવાયો