જાપાનમાં 6.9 રિક્ટર સ્કેલના ભૂકંપના આંચકા પછી સુનામીનું એલર્ટ
ટોકિયો: જાપાનમાં ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે. 6.9ની તીવ્રતાના ભૂકંપના આંચકા બાદ દેશમાં સુનામીની ચેતવણી આપવામાં આવી હતી. જાપાનની હવામાન એજન્સીના જણાવ્યા અનુસાર દક્ષિણ-પશ્ચિમ જાપાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે, જેની રિક્ટર સ્કેલ તીવ્રતા 6.7 જેટલી નોંધાઈ છે.
આ પણ વાંચો: Nepal Earthquake : તિબેટમાં ભૂકંપથી 95 લોકોના મોત, 130 લોકો ઘાયલ
સુનામીનું એલર્ટ જાહેર
ભૂકંપના આંચકા બાદ હવામાન એજન્સીએ સુનામીની ચેતવણી જાહેર કરતાં એક મીટર સુધીના મોજા ઉછળવાની ચેતવણી આપી છે. હાલ ભૂકંપની અસરના અહેવાલો મળી રહ્યા નથી. જાપાન “રિંગ ઓફ ફાયર”ની બાજુમાં સ્થિત હોવાથી, પેસિફિક બેસિનમાં વારંવાર જ્વાળામુખીની પ્રવૃત્તિ અને ફોલ્ટ લાઇન્સ ધરાવતો વિસ્તાર હોવાથી ભૂકંપ આવવાની સંભાવના રહે છે.
ગયા વર્ષે 6.9 અને 7.1ની તીવ્રતાના આંચકા
ગયા વર્ષે 8 ઓગસ્ટના રોજ જાપાનમાં 6.9 અને 7.1ની તીવ્રતાના બે શક્તિશાળી ભૂકંપના આંચકા આવ્યા હતા. ભૂકંપના આંચકાથી દક્ષિણપશ્ચિમ ટાપુઓ ક્યુશુ અને શિકોકુની ધરતી ધ્રુજી ઉઠી હતી. અધિકારીઓએ ઘણા પ્રદેશોમાં સુનામીની ચેતવણી જારી કરી હતી પરંતુ કોઇ વિશેષ નુકસાન કે જાનહાનિના જોવા મળી નહોતી.