ઇન્ટરનેશનલ

ટ્રમ્પનો ટેરિફ પ્લાન અમેરિકાને ભારે પડશે! અમેરિકનોએ ખરીદી માટે માર્કેટ માથે લીધું!

નવી દિલ્હીઃ અમેરિકાએ અનેક દેશો પર ટેરિફ (Tariff) લગાડ્યો છે. જેમાં ભારત અને ચીન પણ સામેલ છે. પરંતુ આ ટેરિફની અમેરિકા (America) પર કેવી અસર પડી? આંકડા જોવા જઈએ તો, અમેરિકન રાષ્ટ્રપતિ (American President Donald Trump)નું આ વલણ અમેરિકાના લોકો માટે જ ભારે સાબિત થવાનું છે. ટેરિફના કારણે અમેરિકામાં વિદેશથી આવતી વસ્તુઓના ભાવ વધી જવાની શક્યતાઓ છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો પારસ્પરિક ટેરિફ 9 એપ્રિલથી અમલમાં આવશે છે. આ પહેલા અમેરિકામાં લોકો અત્યારે વસ્તુઓની ખરીદી કરવા માટે પડાપડી કરી રહ્યાં છે.

અમેરિકામાં 9 એપ્રિલ પછી વસ્તુઓના ભાવ વધી જશે તેવી આશંકા

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે અત્યારે ત્યાં વસ્તુઓને વર્તમાન ભાવો પર ખરીદવા માટે જઈ રહ્યાં છે. જેથી ટેરિફ લાગ્યાં બાદ ભાવમાં વધારો થશે અને લોકોને વધારે ડોલર ચૂકવવા પડશે. વધારે ડોલર ના આપવા પડે તેના કારણે અમેરિકી લોકો અત્યારે બજારોમાં ખરીદી કરવા માટે દોડી રહ્યાં છે. લોકો અત્યારે કાર અને કોમર્શિયલ વાહનો ખરીદી રહ્યાં છે. એટલું જ નહીં પરંતુ મોટાભાગની ખરીદી ઓટોમોટિવ ક્ષેત્રમાં થઈ રહી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે વિદેશમાંથી આવતી કારની ખરીદી વધારે થઈ રહી છે. આ સાથે લેપટોપ, સ્માર્ટફોન જેવી ઈલેક્ટ્રોનિક્સની વસ્તુઓ પણ લોકો વધારે ખરીદી રહ્યાં છે. લોકોને ભય છે કે, 9 એપ્રિલ પછી વસ્તુઓના ભાવ વધી જવાના છે. જો કે, અર્થશાસ્ત્રની રીતે જોવા જઈએ તો આ શંકા વ્યાજબી પણ છે.

આ પણ વાંચો: શું ડોનાલ્ડ ટ્રમ્પ ભારત સહિત અનેક દેશોના ટેરિફમાં કરશે ઘટાડો ? જાણો વિગતે…

અમેરિકી લોકો કઈ વસ્તુઓ વધારે ખરીદી રહ્યાં છે?

અમેરિકામાં અત્યારે રેફ્રિજરેટર અને ડીશવોશર, ઘરગથ્થુ ઉત્પાદનો, બાળકો માટેની વસ્તુઓ, ડાયપર, રમકડાં, ઘરના બાંધકામ માટે બનાવવામાં આવતી વસ્તુઓ, વિદેશમાં આવતા ખાદ્ય ઉત્પાદ, કોફી અને મસાલાની ખરીરી પણ વધી ગઈ છે. રિપોર્ટ્સ પ્રમાણે જૂતા અને કપડાંના છૂટક વેપારીઓ પણ ભાવ વધારવાનું વિચારી રહ્યાં છે. જેથી ગ્રાહકોઓએ જીન્સ, સ્પોર્ટસવેર, જૂતા, ફિટનેસ અને વેલનેસની વસ્તુઓ સાથે સાતે ટ્રેડમિલ અને મસાજ ખુરશીઓ પણ મોટા પ્રમાણમાં ખરીદી રહ્યાં છે.

શું ટ્રમ્પની ટેરિફ નીતિના કારણે અમેરિકામાં મંદી આવશે?

ખાસ કરીને વિદેશમાંથી જે વસ્તુઓ આવે છે તેની ખરીદી પર ઉછાળો જોવા મળ્યો છે. એટલું જ નહીં પરંતુ અમેરિકી લોકો એ વસ્તુઓ પણ વધારે ખરીદી રહ્યાં છે, જે ટેરિફના કારણે મોંઘી થવાની હોય! જેમાં બ્લેન્ડર અને ટોસ્ટરની પણ ખૂબ માંગ છે, કારણ કે આ વસ્તુઓને વિદેશથી મંગાવવામાં આવે છે. મહત્વની વાત એ છે કે, શું આના કારણે અમેરિકામાં મંદી આવશે? કારણે લોકો જો સમય પહેલા જ દરેક વસ્તુઓની ખરીદી કરી લે છે અને વિદેશમાંથી માલસામની આયાત ઓછી થાય છે તો માર્કેટમાં પુરવઠાની અછત જોવા મળશે, જેના કારણે વસ્તુઓ વધારે મોંઘી થવાની શક્યતાઓ છે. જો વસ્તુઓ મોંઘી થશે તો ગ્રાહક માર્કેટ સુધી નહીં જાય જેના કારણે કૃત્રિમ મંદી સર્જાઈ શકે છે.

વૈશ્વિક મંદી સર્જાય તેની સંભાવના 60% થી પણ વધારે

અર્થશાસ્ત્રીઓ અત્યારે વૈશ્વિક મંદીની ચિંતા વ્યક્ત કરી રહ્યાં છે. આંતરરાષ્ટ્રીય સરકારોએ ટેરિફની જાહેરાતના પ્રતિભાવમાં પગલાં લેવાનું પણ શરૂ કરી દીધું છે, જેનાથી રોકાણકારોમાં વૈશ્વિક મંદીની શક્યતા વધી છે. અર્થશાસ્ત્ર પ્રમાણે આ વર્ષના અંત સુધીમાં વૈશ્વિક મંદી સર્જાય તેની સંભાવના 60% છે. આ પહેલા પણ દુનિયાના દેશોએ વૈશ્વિક મંદી જોઈ છે, વૈશ્વિક મંદીમાંથી કોઈ પણ દેશને બહાર આવવા માટે ઘણો સમય લાગે છે, જેના કારણે આંતરિક બજારોમાં પણ મંદી આવે તેની શક્યતાઓ વધી જાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button