ઇન્ટરનેશનલનેશનલ

ટ્રમ્પના કડક H-1B નિયમોથી ભારતીયોના H-1B વીઝામાં 40%નો જંગી ઘટાડો; દાયકાના સૌથી ઓછા વીઝા જારી!

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આકરી ઈમિગ્રેશન પોલિસીને પગલે ભારતીય પ્રોફેશનલ્સને અપાતા H-1B વીઝાની મંજૂરીમાં મોટો ઘટાડો નોંધાયો છે. યુએસ સિટિઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસીસ (USCIS)ના આંકડાઓ અનુસાર, H-1B વીઝાની મંજૂરીમાં એક વર્ષના ગાળામાં જ લગભગ 40% જેટલો જંગી ઘટાડો જોવા મળ્યો છે. 2015થી અત્યાર સુધીમાં, H-1B વીઝાની મંજૂરીમાં 70% જેટલો ઘટાડો નોંધાયો છે, જે દર્શાવે છે કે ટેકનિકલ પ્રતિભા ધરાવતા ભારતીયો માટે અમેરિકા જવાનું હવે વધુ મુશ્કેલ બની ગયું છે.

ભારતની ટોચની IT કંપનીઓમાં, ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)ને સૌથી વધુ H-1B વીઝા મળ્યા છે, પરંતુ તેમ છતાં તેમનો રિજેક્શન રેટ પણ વધીને 7% થયો છે, જે ગયા વર્ષે 4% હતો. આ વર્ષે 5293 TCS કર્મચારીઓને અમેરિકામાં પોતાની નોકરી ચાલુ રાખવાની પરવાનગી મળી છે, જ્યારે ભારતમાંથી અમેરિકા જતા નવા કર્મચારીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

2024માં 1452 કર્મચારીઓની સામે આ વર્ષે માત્ર 846 લોકોને જ H-1B વીઝા આપવામાં આવ્યા છે. અન્ય મોટી ભારતીય IT કંપનીઓ, જેમ કે ઈન્ફોસિસ (1%), HCL અમેરિકા (1%), LTI માઇન્ડટ્રી (1%), અને વિપ્રો (2%)નો રિજેક્શન રેટ ઓછો છે. જોકે, આનું એક કારણ એ છે કે આ કંપનીઓ હવે વીઝા માટે અરજીઓ જ ઓછી કરી રહી છે. સમગ્ર અમેરિકામાં H-1B વીઝા મેળવવામાં એમેઝોન, મેટા, માઇક્રોસોફ્ટ અને ગૂગલ જેવી વૈશ્વિક ટેક કંપનીઓ મોખરે છે.

આ કડક નીતિઓની ટીકા કરતા, ટેસ્લાના CEO ઇલોન મસ્કે ડોનાલ્ડ ટ્રમ્પને અરીસો બતાવ્યો છે. મસ્કે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભારતીયોની પ્રતિભાથી અમેરિકાને ઘણો ફાયદો થયો છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે ટેકનોલોજી અને ઈનોવેશનના ક્ષેત્રમાં ભારતીય પ્રોફેશનલ્સે અમેરિકાને ખૂબ લાભ પહોંચાડ્યો છે અને વૈશ્વિક કંપનીઓના ટોચના હોદ્દાઓ પર ભારતીય મૂળના લોકો છે.

‘આ પણ વાંચો…ટ્રેનીંગ આપો અને ઘરે જાઓ’, H-1B વિઝા પોલિસીમાં ફેરફાર; ભારતીય IT પ્રોફેશનલ્સ પર થશે અસર

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button