ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

યમનના હુથી બળવાખોરો પર યુએસની એર સ્ટ્રાઈક, 19 લોકોના મોત…

સના: ઈરાન સમર્થિત યમનના હુથી બળવાખોરો લાલ સમુદ્રમાં કાર્ગો શિપ્સ પર હુમલા કરી રહ્યા છે, યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હુથી બળવાખોરોને ચેતવણી આપી હતી. હવે અમેરિકન સેનાએ હુથી બળવાખોરો સાથે કાર્યવાહી શરુ (US attack on Huthis) કરી દીધી છે, હુમલામાં 19 લોકો માર્યા ગયા હતા.

Also read : Russia Ukraine War: શાંતિ તરફ વધુ એક પગલું; યુદ્ધવિરામ પ્રસ્તાવ લઇને યુએસ અધિકારીઓ રશિયા રવાના…

યમનની રાજધાની સનામાં અમેરિકાના હુમલામાં 13 નાગરિકો માર્યા ગયા અને નવ ઘાયલ થયા. યમનના ઉત્તરીય પ્રાંત સાદામાં અમેરિકાના બીજા હુમલામાં ચાર બાળકો અને એક મહિલા સહિત છ લોકો માર્યા ગયા. 11 લોકો ઘાયલ પણ થયા છે. હુથી બળવાખોરોના પ્રવક્તાએ જણાવ્યું હતું કે વિસ્ફોટક કાર્યવાહી સાથે જવાબ આપવામાં આવશે.

ટ્રમ્પની ચેતવણી:
એક અમેરિકન અધિકારીએ જણાવ્યું કે કદાચ આ અઠવાડિયા સુધી હુમલા ચાલુ રહી શકે છે. ટ્રમ્પે જાન્યુઆરીમાં રાષ્ટ્રપતિ પદ સંભાળ્યા પછી મધ્ય પૂર્વમાં યુએસ સેના દ્વારા કરવામાં આવેલો આ સૌથી મોટો લશ્કરી હુમલો છે.

ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી છે કે જો હુથીઓ જહાજો પર હુમલા બંધ નહીં કરે તો હુથીઓની સ્થિતિ નર્ક કરતાં પણ ખરાબ થશે. ટ્રમ્પે હુથી બળવાખોરોને સમર્થન આપતા ઈરાનને પણ ચેતવણી આપી છે. ટ્રમ્પે કહ્યું, “જો ઈરાન અમેરિકાને ધમકી આપશે, તો અમેરિકા પણ શાંત નહીં બેસી રહે.”

Also read : યુદ્ધ અટકવવા પ્રયાસ કરવા બદલ પુતીને મોદી અને ટ્રમ્પનો આભાર માન્યો; જાણો શું કહ્યું

અમેરિકા ઈરાન પર આર્થિક દબાણ વધારી રહ્યું છે અને તેને તેના ન્યુક્લિયર પ્રોગ્રામ પર વાટાઘાટો કરવા માટે મજબૂર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button