ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

PM Modi યુએસ મુલાકાત દરમિયાન ટ્રમ્પને મળશે, Donald Trump કર્યો દાવો

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી 21 થી 23 સપ્ટેમ્બર સુધી યુનાઇટેડ સ્ટેટ્સના પ્રવાસે (PM Modi on US visit) જવાના છે. હાલ અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે કેમ્પેઈન ચાલી રહ્યું છે, એવામાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ અને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) દાવો કર્યો કે તેઓ આગામી અઠવાડિયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે. મિશિગનમાં પ્રચાર દરમિયાન ટ્રમ્પે આ જાહેરાત કરી હતી. ટ્રમ્પે કહ્યું કે પીએમ મોદી ‘શાનદાર’ વ્યક્તિ છે.

વડા પ્રધાન તેમની ત્રણ દિવસની યુએસ મુલાકાત દરમિયાન ક્વાડ સમિટ(Quad Summit)માં ભાગ લેશે અને ન્યુયોર્કમાં યુનાઇટેડ નેશન્સ એસેમ્બલીમાં ‘સમિટ ઓફ ધ ફ્યુચર’ને સંબોધિત કરશે.

મિશિગનમાં ચુંટણી પ્રચાર દરમિયાન ટ્રમ્પે કહ્યું “તેઓ (પીએમ મોદી)આવતા અઠવાડિયે મને મળવા આવશે.” ટ્રમ્પે તેમની મુલાકાત અંગે વધુ વિગતો આપી ન હતી. નોધનીય છે કે યુએસ રાષ્ટ્રપતિ પદની ગત ચૂંટણી પહેલા પણ વડા પ્રધાન મોદી યુએસ ગયા હતા ત્યારે તેમણે ભારતીય સમુદાયને સંબોધતા ટ્રમ્પને સમર્થન આપ્યું હતું. વડા પ્રધાન મોદીએ ‘અબ કી બાર ટ્રમ્પ સરકાર’નો નારો પણ આપ્યો હતો.

| Also Read: આ પેન્સિલવેનિયામાં જ Donald Trumpએ ગન કલ્ચર વિશે કહ્યું હતું કે…

વડા પ્રધાન મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ છેલ્લે ફેબ્રુઆરી 2020માં મળ્યા હતા, જ્યારે તત્કાલિન અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રંપ ભારતની મુલાકાતે આવ્યા હતા.

પીએમ મોદીની યુએસ મુલાકાત:
આ ચોથી ક્વાડ લીડર્સ સમિટ હશે, જે ડેલાવેરના વિલ્મિંગ્ટનમાં યોજાશે, યુએસ રાષ્ટ્રપતિ જો બાઈડેન આ સમિટના હોસ્ટ હશેશે.
વડા પ્રધાન મોદી રવિવારે ન્યૂયોર્કમાં ભારતીય સમુદાયના સભાને પણ સંબોધિત કરશે. સોમવારે તેઓ ન્યૂયોર્કમાં યુનાઈટેડ નેશન્સ અસેમ્બ્લીમાં ‘સમિટ ઓફ ધ ફ્યુચર’ને પણ સંબોધિત કરશે.

વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, વડા પ્રધાન AI, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, સેમિકન્ડક્ટર્સ અને બાયોટેકનોલોજીના અત્યાધુનિક ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે વધુ સહયોગને પ્રોત્સાહન આપવા માટે અગ્રણી યુએસ-સ્થિત કંપનીઓના સીઈઓ સાથે પણ વાતચીત કરશે.

Show More

Related Articles

Back to top button
આ બોલીવૂડ એક્ટ્રેસના લૂક દશેરા-દિવાળી પર કેરી કરશો તો છવાઈ જશો… નીરજ નથી મનુ ભાકરના સૌથી ચાર મનપસંદ સ્પોર્ટ્સપર્સન્સમાં? આખું અઠવાડિયું કેળા રહેશે તાજા, આ ટ્રિક્સ અપનાવો ફોટોમાં સૌથી પહેલાં શું દેખાયું? જવાબ ખોલશે તમારી પર્સનાલિટીના રાઝ…