ઇન્ટરનેશનલ

‘…તમારે ફરીથી મતદાન કરવાની જરૂર નહીં રહે’ ડોનાલ્ડ ટ્રમ્પ સરમુખત્યાર બનવા ઈચ્છે છે!

વોશિંગ્ટન: નવેમ્બરમાં અમેરિકાના રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી (US Presidential election) યોજવાની છે, એ પહેલાના ઘટનાક્રમો પર દુનિયાભરની નજર છે. ભાષણોને કારણે વિવાદમાં રહેતા યુએસના પૂર્વ રાષ્ટ્રપતિ અને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) વધુ એક ચોંકાવનારૂ નિવેદન આપ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે વેસ્ટ પામ બીચમાં ટર્નિંગ પોઈન્ટ એક્શનના બીલીવર્સ સમિટ (Turning Point Action summit)માં કહ્યું કે ક્રિશ્ચિયનો, આ વખતે વોટ આપો, ત્યાર બાદ વોટ આપવાની જરૂર જ નહીં રહે.

ટર્નિંગ પોઈન્ટ એક્શનની બીલીવર્સ સમિટમાં ટ્રમ્પે લગભગ 75 મિનિટનું ભાષણ આપ્યું હતું. સમિટ હાજર કન્ઝર્વેટીવ ખ્રિસ્તીઓ (conservative group)ને ટ્રમ્પે અપીલ કરી કે, “મને તેની પરવા નથી કે કેવી રીતે, પરંતુ તમારે બહાર નીકળીને મતદાન કરવું પડશે. ખ્રિસ્તીઓ, આ વખતે બહાર નીકળો અને મત આપો, ત્યાર બાદ મત આપવાની જરૂર જ નહીં રહે.”

ભાષણ દરમિયાન ટ્રમ્પે હાજર લોકોને ખાતરી આપી હતી કે આ છેલ્લી વખત તેમને મતદાન કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે “તમારે હવે વોટ નહીં આપવો પડે, ચાર વર્ષ માટે વોટ આપો. તમે જાણો છો શું? અમે બધું ઠીક કરી દઈશું. આઈ લવ યુ ક્રિશ્ચિયન્સ, હું એક ક્રિશ્ચિયન્સ છું. આઈ લવ યુ, બહાર નીકળો, તમારે બહાર નીકળીને મતદાન કરવું પડશે. ચાર વર્ષમાં, તમારે ફરીથી મતદાન કરવાની જરૂર નથી.”

ડેમોક્રેટિક પક્ષના ઉમેદવાર કમલા હેરિસના કેમ્પેઈન તરફથી ટ્રમ્પની ટિપ્પણી સામે કડક પ્રતિક્રિયા આપવામાં આવી છે. ડેમોક્રેટિક પાર્ટીના પ્રવક્તા જેમ્સ સિંગરે ટ્રમ્પની ટિપ્પણીઓને “લોકશાહીને સમાપ્ત કરવાની પ્રતિજ્ઞા” તરીકે વર્ણવી હતી.

જોકે એ સ્પષ્ટ નથી કે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પની આ ટિપ્પણીઓનો અર્થ શું હતો. 2020 ચૂંટણીમાં હાર બાદ કેપિટોલ બિલ્ડીંગમાં રમખાણોને ઉશ્કેરવાના અને ચૂંટણીની હારને ઉથલાવી દેવાનો પ્રયાસ કરવાનો આઓપ છે.

બિલીવર્સ સમિટ દૈવીય હસ્તક્ષેપ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે હતી. ટ્રમ્પે દાવો કર્યો હતો કે તાજેતરના હત્યાના પ્રયાસ દરમિયાન પ્રાર્થના અને ભગવાનની કૃપાએ તેમનો જીવ બચાવ્યો હતો. તેમણે કહ્યું કે બે અઠવાડિયા પહેલા મારા પર ગોળી ચાલી હતી, પરંતુ હું બચી ગયો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button