ટ્રમ્પની ટેરિફ પોલિસી ભારે પડી અમેરિકાને? બેકારી અને મોંઘવારી દરના શું થયા હાલ? | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલ

ટ્રમ્પની ટેરિફ પોલિસી ભારે પડી અમેરિકાને? બેકારી અને મોંઘવારી દરના શું થયા હાલ?

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોરની સમગ્ર વિશ્વમાં ચર્ચા થઈ રહી છે. જોકે, તેની સાથે સાથે અમેરિકામાં ટ્રમ્પ સત્તા આવ્યા બાદ અર્થતંત્ર પણ ડગમગાયું છે. ડોનાલ્ડ ટ્રમ્પે એપ્રિલમાં માસમાં કહ્યું હતું કે તેમની ટેરિફ પોલીસી રોજગાર સર્જન કરશે. જયારે હાલ તેની વિપરીત અસર જોવા મળી રહી છે. જેમાં પણ અમેરિકામાં રોજગારીમાં પણ ઘટાડો થયો છે. તેમજ નવા રોજગારનું સર્જન હાલ સૌથી ખરાબ તબક્કામાં એટલે કે લગભગ બંધ થયું છે અને ફુગાવાનો દર વધવા લાગ્યો છે.

બેરોજગારી દર 4.3 ટકા

આ અંગે શુક્રવારે જાહેર થયેલા ઓગસ્ટના રોજગાર અહેવાલમાં દર્શાવવામાં આવ્યું છે કે ફક્ત 22,000 નવી નોકરીઓનું સર્જન થયું છે. તેમજ બેરોજગારી દર છેલ્લા ચાર વર્ષમાં સૌથી ખરાબ 4.3 ટકા પર પહોંચી ગયો છે. આ અહેવાલ મુજબ જુન માસમાં અમેરિકામાં 13,000 નોકરીઓ ઘટી છે. જે વર્ષ 2020 બાદનો પ્રથમ માસિક ઘટાડો છે. તેમજ ફેકટરી અને ઉત્પાદન ક્ષેત્રમાં નોકરીઓ ઘટી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પે એપ્રિલમાં માસમાં કહ્યું હતું કે તેમની ટેરિફ પોલીસી રોજગાર સર્જન કરશે. જોકે, તેમ છતાં મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રમાં 42,000 અને બાંધકામ ક્ષેત્રમાં 8000 રોજગારનો ઘટાડો થયો છે.

ક્રુડ ઓઈલ સેક્ટરમાં 1200 નોકરી ઘટી

ડોનાલ્ડ ટ્રમ્પે વર્ષ 2024માં સત્તા આવ્યા ત્યારે વાયદો કર્યો હતો કે તેમની નીતિઓ અર્થ વ્યવસ્થાને નવી ઉંચાઈઓ પર લઈ જશે. જો કે તેનાથી વિપરીત અર્થ વ્યવસ્થામાં મંદી જોવા મળી રહી છે. જયારે ટ્રમ્પે ક્રુડ ઓઈલને લિકવીડ ગોલ્ડ ગણાવીને દાવો કર્યો હતો કે તેનાથી દેશ અમીર થશે. જયારે ગેસ અને ક્રુડ ઓઈલ સેક્ટરમાં 1200 નોકરી ઘટી છે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button