રશિયન તેલ પર ભારતને મોટી રાહત! ટ્રમ્પે કહ્યું- હાલ કોઈ દેશ પર પ્રતિબંધ નહીં, બે અઠવાડિયામાં લઈશ નિર્ણય…

વોશીગ્ન્ટન: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટું નિવેદન આપતા કહ્યું હતું કે રશિયન તેલની ખરીદી કરનારા દેશો પર કોઈ પ્રતિબંધ લગાવવાનો વિચાર નથી. ટ્રમ્પે કહ્યું મારે ટેરીફ અંગેના નિર્ણય માટે બે કે ત્રણ અઠવાડિયામાં વિચાર કરવો પડી શકે છે.
પરંતુ આ વિશે તાત્કાલિક વિચારવાની કોઈ જરૂર જણાતી નથી. ભારત પર ૨૫ ટકા એક્સ્ટ્રા ટેરીફ લગાવવાની વાત પર નીવેદન આપતા કહ્યું હતું કે ચીન પર આ રીતે ટેરીફની જાહેરાત રશિયા માટે વિનાશકારી સાબિત થઇ શકે છે. જો આવું કરવું પડશે તો કરીશ જ, પરંતુ લગભગ મારે આવું કરવાની જરૂર નહી રહે.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વાત કરતા કહ્યું હતું કે રશિયાએ તેના મોટા તેલ ગ્રાહકોમાંના એક ભારતને ગુમાવી દીધું છે. તેમણે આ દાવો એવા સમયે કર્યો જ્યારે અમેરિકા, ભારતીય તેલની ખરીદી પર ૨૫% વધારાનો દંડ લાદવાની જાહેરાત કરી ચૂક્યું છે.
જોકે, એક ઇન્ટરવ્યુમાં ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે તેમનો હાલ રશિયા પાસેથી તેલ ખરીદતા અન્ય દેશો પર આવા વધારાના ટેરીફ લાદવાનો કોઈ ઈરાદો નથી. ટ્રમ્પે કહ્યું, “મારે તેના (ટેરિફ) વિશે બે કે ત્રણ અઠવાડિયામાં વિચારવું પડી શકે છે, પરંતુ અમારે તેના વિશે તરત વિચારવાની જરૂર નથી.”
રશિયન રાષ્ટ્રપતિ પુતિન અને ડોનાલ્ડ ટ્રમ્પ શુક્રવારે મોડી રાત્રે અલાસ્કામાં મળ્યા હતા. તેમની વચ્ચે યુક્રેનનું યુદ્ધ સમાપ્ત કરવા પર લગભગ ૩ કલાક સુધી બેઠક ચાલી હતી અને આ બેઠક બાદ બંને નેતાઓએ માત્ર ૧૨ મિનિટની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી. આ દરમિયાન તેમણે પત્રકારોના કોઈપણ સવાલનો જવાબ આપ્યો ન હતો.
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ટ્રમ્પે કહ્યું કે અમારી બેઠક ખૂબ જ સકારાત્મક રહી. અમે ઘણા મુદ્દાઓ પર સહમત થયા છીએ, પરંતુ કોઈ ડીલ થઈ નથી. કોઈપણ કરાર ત્યારે જ થશે જ્યારે તેને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. ટ્રમ્પે આ બેઠકને ૧૦માંથી ૧૦ રેટિંગ આપ્યા હતા.

જ્યારે, પુતિને કહ્યું કે તેમના માટે રશિયાની સુરક્ષા સૌથી મહત્વપૂર્ણ છે. તેમણે આગામી બેઠક મોસ્કોમાં યોજવાનું સૂચન પણ કર્યું. પોતાની વાત કહ્યા બાદ બંને નેતાઓ તરત જ સ્ટેજ પરથી ચાલ્યા ગયા હતા.
આ પણ વાંચો……તો ભારત પર વધશે ટેરિફ: અલાસ્કાની બેઠક પૂર્વે અમેરિકાનું નવું નિવેદન…