ઇન્ટરનેશનલનેશનલ

ટ્રમ્પના ટેરિફથી ભારતીય કંપનીઓને થશે ફાયદો, જાણો વિગતવાર

નવી દિલ્હીઃ ટ્રમ્પે ભારત સહિત અનેક દેશો પર લગાવેલા ટેરિફથી વધુ એક વખત વિશ્વમાં ટેરિફ વોર શરૂ થવાની શક્યતા છે. જોકે આ ટેરિફ કેટલીક ભારતીય કંપનીઓ માટે મોટી તક લઈને આવી શકે છે. રિપોર્ટ પ્રમાણે, અમેરિકન બજારમાં ભારતની મુખ્ય ટક્કર ચીન, વિયેટનામ જેવા દેશો સાથે છે. આ દેશો પર અમેરિકાએ તોતિંગ ટેરિફ લગાવ્યો છે. જેમકે ચીનથી આયાત થતી ઈલેક્ટ્રોનિક આઈટમનું મૂળ મુલ્ય 200 ડોલર હોય તો 32 ટકા ટેરિફ લાગ્યા બાદ કિંમત 264 ડોલર થઈ જશે. જો ભારતીય ઉત્પાદન પર 26 ટકા ટેરિફ લાગે તો કિંમત 252 ડોલર થશે. આવી જ રીતે વિયેટનામથી આવતા સામાન પર 47 ટકા ટેરિફ લાગશે, આ કારણે કિંમત 294 ડોલર થશે. આ રીતે અમેરિકાના ગ્રાહકો ભારતીય પ્રોડક્ટની ખરીદીને પ્રથમ તક આપી શકે છે.

ભારતની કંપનીઓ ખાસ કરીને ફાર્માસ્યુટિકલ્સ, ટેક્સટાઈલ, એન્જિનિયરિંગ ઉત્પાદન અને ટેકનોલોજીમાં આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની ઓળખ બનાવી ચુકી છે. ઉદાહરણ તરીકે ભારતીય જેનેરિક દવાઓેને વિશ્વ સ્તરે ભરોસાપાત્ર માનવામાં આવે છે, જેથી અમેરિકાના હેલ્થેકર સેક્ટરમાં તેની માંગ વધી શકે છે.

ભારત સરકાર નિકાસને પ્રોત્સાહન આપવા માટે વિવિધ પ્રોત્સાહન યોજનાઓ, સબસિડી અને સરળ લોન સુવિધા આપી રહી છે. ભારતના નિકાસકારો આ યોજનાઓના લોાભ લઈને વૈશ્વિક બજારમાં ઓળખ બનાવી શકે છે. તેનાથી અમેરિકન બજારમાં ભારતની પહોંચ મજબૂત થશે.

અમેરિકાની ટેરિફ નીતિના કારણે અન્ય દેશોમાં ભારતીય કંપનીઓના ઉત્પાદનોની માંગ વધી શકે છે. ભારતીય ટેક્સટાઈલ અને જ્વેલરી યુરોપ તથા ઉભરતા બજારમાં તેમની ગુણવત્તા અને વાજબી કિંમત માટે પહેલાથી જ લોકપ્રિય છે. અમેરિકામાં પણ આ સ્થિતિનો લાભ લઈ શકાય છે.

અમેરિકાના બજારમાં ભારતીય કંપનીઓ તેમના સ્થાનિક ઉત્પાદનોની હાજરીને વધારવા માટે વિવિધ સરકારી યોજનાનો લાભ લઈ શકે છે. જેનાથી ઉત્પાદન ખર્ચમાં ઘટાડો પણ થઈ શકે છે. આમ અમેરિકાએ ભારત સહિત વિશ્વના દેશો પર લગાવેલા ટેરિફ ભારતીય ઉદ્યોગો માટે ફાયદારૂપ સાબિત થઈ શકે છે.

આપણ વાંચો:  ટ્રમ્પના 26 ટકાના તોતિંગ ટેરિફથી ભારતને નહીં લાગે ઝટકો, જાણો વિગત

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button