ઇન્ટરનેશનલટોપ ન્યૂઝનેશનલ

શપથ લેતા જ ટ્રમ્પ આવ્યા એક્શનમાં, બાઇડેન સરકારના 78 ફેંસલા એક ઝાટકે કર્યા રદ્દ

પેરિસ જળવાયુ સમજૂતીમાંથી બહાર થવાની જાહેરાત કરીને ટ્રમ્પે વિશ્વનો મોટો ઝટકો આપ્યો

વોશિંગ્ટનઃ અમેરિકાના 47મા રાષ્ટ્રપ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પે શપથ ગ્રહણ કર્યા બાદ કાર્યભાર સંભાળી લીધો છે. શપથ ગ્રહણ બાદ તેમને તોપોની સલામી આપવામાં આવી હતી. ટ્રમ્પે કાર્યભાર સંભાળતા જ અનેક મોટા ફેંસલા કર્યા હતા. જેમાં સૌથી મોટો ફેંસલો વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબલ્યુએચઓ)ના સભ્યમાંથી બહાર નીકળવાનો હતો. તેમણે બાઇડેન સરકારના 78 મોટા ફેંસલા રદ્દ કર્યા હતા. ઉપરાંત પેરિસ જળવાયુ સમજૂતીથી અમેરિકા બહાર નીકળી જશે તેવી જાહેરાત કરી હતી. ટ્રમ્પે કહ્યું કે, અમે કાર્યકારી આદેશ પર સહી કરવા જઈ રહ્યા છીએ. ગત સરકારના 80 જેટલા ફેંસલા રદ્દ કરીશું. ગત સરકાર અમેરિકાની સૌથી ખરાબ સરકાર હતી.

ટ્રમ્પે લીધેલા મોટા ફેંસલા

  • ટ્રમ્પે શપથ લેવાની સાથે જ 6 જાન્યુઆરી, 2021ના કેપિટલ હિલ પર થયેલા હુમલામાં દોષિ 1500 લોકોને માફી આપવાના આદેશ પર હસ્તાક્ષર કર્યા છે.
  • ડ્રગ્સ કાર્ટેલને આતંકી સંગઠન જાહેર કરવામાં આવશે.
  • અમેરિકાની દક્ષિણ સરહદથી ગેરકાયદેસર રીતે દેશમાં પ્રવેશતા લોકોને અટકાવાશે.
  • મેક્સિકો અને કેનેડા પર 25 ટકા ટેરિફ લગાવાશે. જે 1 ફેબ્રુઆરીથી લાગુ થઈ શકે છે.
  • અમેરિકા પેરિસ ક્લાયમેટ એગ્રીમેન્ટથી બહાર થશે
  • સરકારી સેંસરશિપને સમાપ્ત કરવામાં આવશે
  • અમેરિકામાં થર્ડ જેન્ડર અમાન્ય જાહેર કરવામાં આવશે
  • ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપતી યોજના રદ્દ થશે
  • બીજા દેશોના યુદ્ધમાં અમેરિકા સૈન્ય નહીં મોકલે
  • ઘરેલું ઓઇલ પ્રોડકશન વધારવામાં આવશે
  • ડ્રગ્સ તસ્કરો આતંકી જાહેર કરવામાં આવશે

અમેરિકા પેરિસ જળવાયુ સમજૂતીમાંથી બહાર થવાથી શું અસર થશે
ટ્રમ્પે સત્તા સંભાળતા જ પેરિસ જળવાયુ સમજૂતીમાંથી બહાર થવાની જાહેરાત કરી હતી અને કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યા હતા. ટ્રમ્પના આ પગલાંથી વૈશ્વિક તાપમાનમાં થઈ રહેલા વધારા સામે લડવાના પ્રયાસોને ઝટકો લાગ્યો છે અને ફરી એક વખત અમેરિકા તેના સૌથી નજીકના સહયોગીથી દૂર થઈ જશે.

આ પણ વાંચો…દુબઈના જાણીતા ડેવલપર ડેન્યૂબ પ્રોપર્ટીઝે અભિનેતા કાર્તિક આર્યનને બનાવ્યો બ્રાન્ડ એમ્બેસેડર

ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ પ્રથમ કાર્યકાળ બાદ યોજાયેલી ચૂંટણીમાં હાર્યા પછી ચાર વર્ષ બાદ ફરી યોજાયેલી ચૂંટણીમાં વિજેતા બન્યા હોય તેવા માત્ર બીજા રાષ્ટ્રપ્રમુખ છે. ટ્રમ્પનો પ્રથમ કાર્યકાળા 2017 થી 2021 સુધીનો રહ્યો હતો. આ પહલા ગ્રોવર ક્લીવલૈંડ અમેરિકાના 22મા અને 24મા રાષ્ટ્રપ્રમુખ રહ્યા હતા. તેમનો પ્રથમ કાર્યકાળ 1885-89 અને બીજો કાર્યકાળ 1893-97 સુધીનો હતો. આ ઉપરાંત ટ્રમ્પ કોઇ કેસમાં દોષિ જાહેર થયા હોય તેવા અમેરિકાના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ છે. થોડા દિવસ પહેલા જ અમેરિકાની કોર્ટે તેમને એડલ્ટ સ્ટારને આપવામાં આવેલી ગુપ્ત રકમ છૂપાવવા બદલ દોષિ જાહેર કર્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button