ટ્રમ્પે હવે શાહબાઝ શરીફને વ્હાઈટ હાઉસમાં બોલાવી આગતાસ્વાગતા કરી, ભારત માટે ખતરાના સંકેત…

વોશિંગ્ટન ડીસીઃ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને પાકિસ્તાનના વડા પ્રધાન શહબાજ શરીફની વ્હાઉટ હાઉસમાં મહત્ત્વપૂર્ણ બેઠક થઈ હતી. આ દરમિયાન પાકિસ્તાનના આર્મી ચીફ ફીલ્ડ માર્શલ અસીમ મુનીર પણ તેમની સાથે હતા. ટ્રમ્પે તેમની જે રીતે આગતા સ્વાગતા કરી તેને ભારત માટે ખતરાનો સંકેત માનવામાં આવે છે.
આ બેઠક ગુરુવાર સાંજે વ્હાઇટ હાઉસમાં થઈ હતી. શરીફને વેસ્ટ એક્ઝિક્યુટિવ એવન્યૂ પરથી પ્રવેશ આપવામાં આવ્યો હતો. 2019 બાદ કોઈ પાકિસ્તાની વડા પ્રધાનની આ પ્રથમ સત્તાવાર મુલાકાત હતી. આ મુલાકાતમાં દ્વીપક્ષીય સંબંધો, વેપાર, પ્રાદેશિક સુરક્ષા અને વૈશ્વિક મુદ્દા પર ચર્ચા હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી.
શરીફ માટે આ મુલાકાતનું વિશેષ મહત્ત્વ છે, કારણકે ગત વર્ષે જુલાઈ 2019માં તત્કાલીન વડા પ્રધાન ઈમરાન ખાને વ્હાઇટ હાઉસની મુલાકાત લીધી હતી.
ટ્રમ્પ અને પાકિસ્તાનના સૈન્ય નેતૃત્વ વચ્ચે પહેલાથી જ વાતચીત થઈ રહી છે. જૂનમાં, ટ્રમ્પે આર્મી ચીફ મુનીરને વ્હાઇટ હાઉસમાં લંચ માટે આમંત્રિત કર્યા હતા. આ પછી મુનીરે ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર માટે નામાંકિત કર્યા હતા. પાકિસ્તાન સરકારે પાછળથી આ પગલાને સમર્થન આપતા ભારત અને પાકિસ્તાન વચ્ચેના ટૂંકા ગાળાના સંઘર્ષમાં ટ્રમ્પની મધ્યસ્થીની ભૂમિકા ટાંકી હતી.
શરીફનો આ વોશિંગ્ટન પ્રવાસ તેમના 5-દિવસીય અમેરિકા પ્રવાસનો એક ભાગ છે, જે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકોની આસપાસ નક્કી થયો હતો. આ પહેલાં તેઓ ન્યૂયોર્કમાં આયોજિત જળવાયુ સંમેલનને સંબોધિત કરી ચૂક્યા છે અને શુક્રવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ઔપચારિક ભાષણ આપશે.
આ પણ વાંચો…ભારતે માનવ અધિકાર પરિષદમાં પાકિસ્તાનને લતાડયુ, કહ્યું અર્થવ્યવસ્થા પર ધ્યાન આપે