મસ્ક ભારતમાં ટેસ્લા ફેક્ટરી શરૂ કરે તેમાં પણ ટ્રમ્પને ઝટકા લાગ્યાઃ જાહેરમાં કહી દીધું કે…

વોશિંગ્ટન ડીસીઃ ટેસ્લા ભારતમાં આવવા માંગે છે. જોકે આ વાતને લઈ હજુ સરકાર તરફથી કંઈ કહેવામાં આવ્યું નથી. પરંતુ અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ટેસ્લાના ઇલોન મસ્ક એક પગલાંથી નારાજ લાગી રહ્યા છે. ટ્રમ્પે કહ્યું કે, ટેસ્લાના સીઈઓ ઇલોન મસ્ક માટે ભારતમાં તેની કાર વેચવી અશક્ય છે. તેમણે મસ્કની ભારતમાં ફેક્ટરી ખોલવાની યોજનાની આલોચના કરતાં કહ્યું કે, અમેરિકા માટે આ ખોટું હશે.
ટ્રમ્પે કહી આ વાત
એક ઈન્ટરવ્યૂમાં ટ્રમ્પે આયાતી કારો પર ભારતના ઉચ્ચ ટેરિફનો ઉલ્લેખ કર્યો હતો. આ મુદ્દે તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ વાત કરી હતી. જોકે બંને નેતાઓ ટૂંક સમયમાં વેપાર સમજૂતીની દિશામાં કામ કરવા સહમત થયા હતા. પરંતુ ટેરિફ મુદ્દો વણઉકેલ્યો છે. આ દરમિયાન ટ્રમ્પે કહ્યું, વિશ્વના દરેક દેશ અમારો ફાયદો ઉઠાવવા માંગે છે અને તેઓ ટેરિફ દ્વારા આમ કરે છે. જેમકે, ભારતમાં વ્યાવહારિક રીતે કાર વેચવાનું અશક્ય છે. આ ઈન્ટરવ્યૂમાં ટ્રમ્પે કહ્યું, મસ્કને ભારતમાં ફેકટરી ખોલવાનો અધિકાર છે પરંતુ તેમનું આવું પગલું અમેરિકાને નુકસાન પહોંચાડશે. ટ્રમ્પે કહ્યું, જો તેઓ ભારતમાં ફેકટરી ખોલે તો ઠીક છે પરંતુ અમારા માટે તે ખોટી વાત છે.
Also read: ‘ભારત પાસે ઘણા પૈસા છે…’, યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પે આવું કેમ કહ્યું ?
— Donald J. Trump (@realDonaldTrump) February 19, 2025
ઉલ્લેખનીય છે કે ટેસ્લાના સીઈઓ ઇલોન મસ્ક લાંબા સમયથી ભારતમાં હાઈ ટેરિફની આલોચના કરતા રહ્યા છે. ભારતમાં ઈલેક્ટ્રિક વાહનો પર લગભગ 100 ટકા ડ્યુટી વસૂલવામાં આવે છે. જે ટાટા મોટર્સ જેવા ઘરેલું વાહન નિર્માતાઓને સુરક્ષા પ્રદાન કરે છે. જોકે ભારત સરકારે તાજેતરમાં જ એક નવી ઈવી નીતિ રજૂ કરી છે. એક રિપોર્ટ પ્રમાણે, ટેસ્લાએ પહેલાં જ નવી દિલ્હી અને મુંબઈમાં શો રૂમ માટે સ્થળની પસંદગી કરી લીધી છે અને ભારતમાં 13 મિડ-લેવલ પદ માટે નોકરી બહાર પાડી છે. કંપની હાલ દેશમાં વાહન નિર્માણ કરતી નથી.