ઇન્ટરનેશનલ

વધુ એક યુદ્ધ પૂરું થવાનો તખ્તો ઘડાઇ ગયો!, ટ્ર્મ્પે પુતિન સાથે કરી ચર્ચા

ભારતના વડાપ્રધાન પીએમ મોદી તેમની અમેરિકા મુલાકાત માટે રવાના થઈ ગયા છે. તે પહેલા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનને ફોન કર્યો હતો અને યુક્રેન સાથે યુદ્ધ સમાપ્ત કરવા વિશે વાત કરી હતી.
ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ વિરામ લાવ્યા પછી ટ્રમ્પનું ધ્યાન હવે રશિયા અને યુક્રેન વચ્ચેના જંગને સમાપ્ત કરવા પર છે. અમેરિકન રાષ્ટ્રપતિએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે ટેલિફોન પર લાંબી વાતચીત કરી હતી. અને આ વાતચીત પૂરી થયા બાદ ટ્રમ્પે જણાવ્યું હતું કે યુદ્ધનો અંત લાવવા માટે તાત્કાલિક વાતચીત શરૂ કરવા માટે એક કરાર કરવામાં આવ્યો છે.
ટ્ર્મ્પ અને પુતિન વચ્ચે લગભગ દોઢ કલાક વાતચીત ચાલી હતી. વાતચીત દરમિયાન પુતિને ટ્રંપને મોસ્કોની મુલાકાત લેવાનું આમંત્રણ પણ આપ્યું હતું.

ટ્ર્મ્પે શું કહ્યું?
ટ્ર્મ્પે જણાવ્યું હતું કે બંને નેતાઓએ એકબીજાના દેશોની મુલાકાત લેવા માટેના આમંત્રણોની આપલે કરી હતી અને બાદમાં તેઓ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે ફોન પર વાતચીત કરશે અને આ વિશે માહિતી આપશે. પુતિને અલગથી એમ પણ કહ્યું હતું કે અમારો કોલ દોઢ કલાક ચાલ્યો હતો અને અમે બંને એ બાબત માટે સંમત થયા હતા કે હવે સાથે મળીને કામ કરવાનો સમય આવી ગયો છે.

Also read: ટ્રમ્પ રાષ્ટ્રપતિ હોત તો રશિયા-યુક્રેન ન થયું હોત! પુતિને નિવેદન આપી વિવાદ સર્જ્યો…

યુક્રેનની સ્થિતિ શું છે?
યુક્રેનમાં આ યુદ્ધને કારણે 70 લાખ લોકો ગરીબી રેખાની નીચે આવી ગયા છે અને ગરીબોની જનસંખ્યા વધીને 24 ટકા થઈ ગઈ છે. મકાઈ જવ અને ઘઉંની નિકાસ કરવાવાળો યુક્રેન ભૂખમરો અને ખાદ્ય અસુરક્ષાનો સામનો કરી રહ્યું છે. યુક્રેનની લગભગ ૫૫ ટકા જમીન પર ખેતી થાય છે. યુદ્ધથી આ ખેતી પ્રભાવિત થઈ છે. યુક્રેન વિશ્વમાં ઘઉંનો કોઠાર ગણાય છે. વિશ્વમાં સૌથી વધુ ઘઉંનું ઉત્પાદન યુક્રેનમાં થાય છે યુદ્ધના કારણે તે બંધ થઈ ગયું છે અને દુનિયાભરમાં ઘઉંની ખેંચ ઊભી થઈ છે. યુક્રેનના 60 લાખથી વધુ લોકો એ દેશ છોડી દીધો છે અને અહીંના ઉદ્યોગધંધા પણ પડી ભાંગ્યા છે.

રશિયાની સ્થિતિ શું છે?
રશિયાના જીડીપીમાં લગભગ 50% હિસ્સો વેપારનો છે. વૈશ્વિક પ્રતિબંધોને કારણે તેના પર બુરી અસર પડી છે. તેનો જીડીપી 4.5% જેટલો ઘટી ગયો છે. યુદ્ધ પહેલા તેમનો જીડીપી ચાર ટકા વધવાનું અનુમાન હતું. રશિયાના ચલણ રૂબલની કિંમત પણ ઓછી થઈ ગઈ છે. અનેક વિદેશી કંપનીઓએ રશિયામાં કામ કરવાનું બંધ કરી દીધું છે. રશિયાના કાર્યકુશળ યુવાનો દેશ છોડીને વિદેશોમાં જઈ રહ્યા છે. અહીં શ્રમિકોની પણ ખેંચ પડી રહી છે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button